JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારતીય ઉદ્યોગો કાર્બન ઉત્સર્જન અને યુરોપિયન નિયમો સામે લડવા થઈ રહ્યા છે તૈયાર

Oct 28, 2026 | 21:05 | By JAMNAGAR MIRROR
ભારતીય ઉદ્યોગો કાર્બન ઉત્સર્જન અને યુરોપિયન નિયમો સામે લડવા થઈ રહ્યા છે તૈયાર
સીએઆઈના નારાયણ સેથુરામને જણાવ્યું છે કે ભારતીય ઇન્ડસ્ટ્રી કાર્બન નિયમો પ્રત્યે જાગૃત બની રહી છે. ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આગામી વર્ષની શરૂઆતમાં લાગુ થવાની શક્યતા છે, જેનાથી ટેક્સટાઇલ અને ડિફેન્સ જેવા સેક્ટર્સને મોટો ફાયદો થશે.

ધ હેગ ખાતે મળેલા એક અહેવાલ મુજબ, ભારતીય ઉદ્યોગો હવે કાર્બન ઉત્સર્જન અને તેના પ્રભાવ પ્રત્યે સંપૂર્ણપણે સભાન બની રહ્યા છે. જ્યારે યુરોપના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ જેવા કડક નિયમો કંપનીઓના નફા પર અસર કરશે, ત્યારે માત્ર ઇન્ડસ્ટ્રીની સ્પર્ધાત્મક શક્તિ જ કામ લાગશે. CII ઇન્ટરનેશનલ કાઉન્સિલના કો-ચેરમેન નારાયણ સેથુરામે જણાવ્યું છે કે સરકાર મધ્યમ કદની કંપનીઓને આ નિયમો પાળવા માટે વધુ સમય મળે તે માટે EU સાથે ચર્ચા કરશે તેવી અમને આશા છે.

આગામી સમયમાં આવનારા ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને કારણે ગ્લોબલ બજારમાં ત્રણ પ્રકારના બાયર્સ ઊભા થઈ રહ્યા છે. યુરોપના દેશો જેવા કે UK, સ્પેન, જર્મની, ઇટાલી અને નેધરલેન્ડ્સમાં આગામી 5 થી 6 વર્ષમાં એક્સપોર્ટમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચીનથી સોર્સિંગ હટાવીને વૈકલ્પિક વ્યવસ્થા શોધતા ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી હેઠળ યુરોપ હવે ભારત તરફ મીટ માંડીને બેઠું છે, જે ભારતીય ઇકોનોમી માટે સોનેરી તક સમાન છે.

આ ટ્રેડ ડીલ જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 25% સુધી લઈ જવામાં મહત્વનો રોગ ભજવશે. ટેક્સટાઇલ, મરિન, ડિફેન્સ એક્સપોર્ટ, લેધર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર આ વેપાર કરારોના મુખ્ય લાભાર્થી બનશે. નોન-ટારીફ બેરિયર્સ અને સર્ટિફિકેશનના મુદ્દાઓ ઉકેલવા માટે ભારત અને EU વચ્ચે ઝડપી મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ થાય તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

LATEST ARTICLES