JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

વારાણસીમાં કાશી રોપવે પ્રોજેક્ટના બીજા ફેઝનું ટ્રાયલ શરૂ, રુફટોપ આર્ટવર્કથી શહેરને મળશે સાંસ્કૃતિક લુક

Oct 28, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
વારાણસીમાં કાશી રોપવે પ્રોજેક્ટના બીજા ફેઝનું ટ્રાયલ શરૂ, રુફટોપ આર્ટવર્કથી શહેરને મળશે સાંસ્કૃતિક લુક
વારાણસીમાં અર્બન ટ્રાન્સપોર્ટ રોપવે પ્રોજેક્ટ હવે તેના નિર્માણના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે અને તેના બીજા ફેઝના ટ્રાયલ શરૂ થઈ ગયા છે. આ પ્રોજેક્ટની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુફટોપ આર્ટવર્ક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરો ઉપરથી જ કાશીની સંસ્કૃતિ અને વિરાસતના દર્શન કરી શકશે.

વારાણસીમાં લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા અને અર્બન ટ્રાન્સપોર્ટને વધુ મોર્ડન બનાવવા માટે શરૂ કરવામાં આવેલા મહત્વાકાંક્ષી રોપવે પ્રોજેક્ટનું કામ હવે પૂરું થવાનાં આરે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે રોપવેના બીજા ફેઝના ટ્રાયલ રન્સ પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોપવે કોરિડોર માત્ર પરિવહનનું સાધન જ નહીં બને, પરંતુ વારાણસી આવતા ટૂરિસ્ટો માટે આકાશી માર્ગેથી શહેરના અનોખા દર્શન કરાવવા માટે પણ એક મોટું આકર્ષણ બનવા જઈ રહ્યું છે.

આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને રોપવે કોરિડોરની આસપાસના વિસ્તારોમાં 'કાશી ટેરેસ આર્ટવર્ક પ્રોજેક્ટ' શરૂ કર્યો છે. કુલ 11,120.34 ચોરસ મીટરમાં ફેલાયેલા આ આર્ટવર્ક પ્રોજેક્ટ હેઠળ મકાનોના છાપરા એટલે કે રુફટોપને રંગબેરંગી કેન્વાસમાં ફેરવવામાં આવી રહ્યા છે. આ પેઇન્ટિંગ્સ અને કલાત્મક કામગીરીમાં કાશીના પ્રખ્યાત ગંગા ઘાટ, ગંગાની ડોલ્ફિન અને જળચર જીવોની સાથે બનારસી ચા, કચોરી, પાન, રિક્ષા અને શહેરની અન્ય સાંસ્કૃતિક ઓળખ સમાન પ્રતીકોને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર હિાંશુ નાગપાલના જણાવ્યા અનુસાર, આ અનોખી પહેલનો મુખ્ય હેતુ વિઝિટર્સ અને ટૂરિસ્ટોને કાશીની સમૃદ્ધ સંસ્કૃતિ અને ટૂરિઝમ સાથે સીધા જોડવાનો છે, જેથી રોપવેમાં બેસીને મુસાફરી કરતી વખતે લોકોને શહેરની અસલી વિરાસત અને ઓળખના દર્શન થઈ શકે. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી વારાણસી આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ અર્બન રોપવે રાઈડ એક લાઈફટાઈમ મેમરી બની જશે અને તેનાથી શહેરના પર્યટનને પણ નવો વેગ મળશે.

LATEST ARTICLES