JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુક્રેન સાથેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, રશિયાએ યુદ્ધ વધુ ભડકવાની આપી ચેતવણી

Oct 27, 2026 | 21:01 | By JAMNAGAR MIRROR
યુક્રેન સાથેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, રશિયાએ યુદ્ધ વધુ ભડકવાની આપી ચેતવણી
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન કોન્ફ્લિક્ટ હજુ લાંબો ચાલશે અને તે વધુ ગંભીર સ્તરે પહોંચી શકે છે. યુરોપિયન દેશો તરફથી કોઈ નવા વિચારો કે ઉકેલ ન મળ્યાનું પણ તેમણે જણાવ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને દુનિયાભરના દેશોની નજર ટકેલી છે, ત્યાં જ મોસ્કો તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયન ફોરેન મિનિસ્ટર સર્ગેઈ લાવ્રોવે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે યુક્રેનમાં ચાલી રહેલો આ વિવાદ હાલ અટકે તેમ નથી અને આવનારા દિવસોમાં તે વધુ યુકેલેટ એટલે કે વણસી શકે છે. રશિયન ન્યૂઝ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, કટોકટીનો આ દોર હજુ લાંબો સમય સુધી ચાલુ રહેશે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આ મુદ્દે વાત કરતા સર્ગેઈ લાવ્રોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ફિનલેન્ડ તથા નોર્વેના નેતાઓ વચ્ચે તાજેતરમાં જ ફોન પર વાતચીત થઈ હતી. આ નેતાઓ યુક્રેન સંકટના ઉકેલ માટેની વાતચીતમાં સક્રિયપણે ભાગ લેવા માટે ઉત્સુક છે, પરંતુ તેમની પાસેથી યુક્રેન કોન્ફ્લિક્ટને રોકવા માટે કોઈ નવી વિઝન કે નવો દ્રષ્ટિકોણ જોવા મળ્યો નથી. લાવ્રોવના મતે આ યુરોપિયન દેશો માત્ર નેગોશિએશન પ્રોસેસ એટલે કે વાટાઘાટોની પ્રક્રિયામાં કોઈને કોઈ રીતે પોતાનો રોલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રશિયાના આ કડક વલણથી યુરોપ અને પશ્ચિમી દેશોની ચિંતાઓમાં ફરી વધારો થયો છે. રશિયા પોતાના સ્ટેન્ડ પર અક્મપ રહેતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હાલના તબક્કે યુદ્ધવિરામ કે શાંતિ મંત્રણાના કોઈ ઠોસ એંધાણ દેખાઈ રહ્યા નથી. આગામી સમયમાં આ વિવાદ વૈશ્વિક સ્તરે કેવા વળાંક લે છે અને બાકીના દેશો તેમાં કેવું વલણ અપનાવે છે, તેના પર હવે સૌની નજર રહેશે.

LATEST ARTICLES