JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સામાજિક સમાચાર

દ્વારકા પંથકમાં આરએસપીએલ ગ્રુપની સીએસઆર પહેલથી શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણમાં મોટો બદલાવ

Oct 27, 2026 | 19:55 | By JAMNAGAR MIRROR
દ્વારકા પંથકમાં આરએસપીએલ ગ્રુપની સીએસઆર પહેલથી શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણમાં મોટો બદલાવ
દ્વારકા તાલુકામાં આરએસપીએલ ગ્રુપ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સીએસઆર પહેલ અંતર્ગત સરકારી શાળાઓના હજારો વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સ્થાનિક ગ્રામજનોને મોટો લાભ મળી રહ્યો છે.

દ્વારકા તાલુકામાં આરએસપીએલ ગ્રુપના સોડાએશ પ્લાન્ટ દ્વારા સીએસઆર પ્રવૃત્તિઓ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નિયમિતપણે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ગ્રુપની શૈક્ષણિક પહેલોથી આસપાસના 12 ગામોની 35 સરકારી શાળાઓના 25,000થી વધુ વિદ્યાર્થીઓ પર સકારાત્મક અસર પડી છે. જેમાં બાળકો માટે અનુકૂળ વર્ગખંડોનું નિર્માણ, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા સુવિધાઓ અને એજ્યુકેશન કીટનું વિતરણ સામેલ છે. સાથે જ 'પ્રેરણા' પહેલ દ્વારા શાળાકીય પરીક્ષાઓમાં અવ્વલ આવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને કન્યા શિક્ષણને વેગ આપવા અને શાળા છોડી દેનારા બાળકોનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી લક્ષ્મી દેવી દયાલદાસ એકેડમી (એલડીએ) શાળાના માધ્યમથી બાળકોને અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસની તકો મળી રહી છે. મહિલા સશક્તિકરણ માટે આરએસપીએલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કમ્પ્યુટર તાલીમના પ્રમાણપત્ર આધારિત કોર્સો યોજવામાં આવ્યા છે, જેમાં 70થી વધુ યુવતીઓ અને મહિલાઓએ ડિજિટલ સાક્ષરતા મેળવીને આત્મનિર્ભર બનવાની દિશામાં પગલું ભર્યું છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી કુમારી હેતલબેન જેવા આશાસ્પદ ખેલાડીઓને તાલીમ અને પોષણ માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. કુરંગા, ગોકલપર, બામણાસા, નાવદ્રા અને ભાટીયા જેવા ગામોમાં તળાવોનું સૌંદર્યીકરણ, સોલાર લાઇટિંગ અને શૌચાલયોના નિર્માણ દ્વારા સ્વચ્છતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટો સુધારો થયો છે.

આરોગ્ય ક્ષેત્રે કુરંગા ખાતે કાર્યરત 24-7 ઓકયુપ્રેશનલ હેલ્થ સેન્ટર (ઓએચસી) દ્વારા આસપાસના ગામોના લોકોને મફત પ્રાથમિક આરોગ્યસેવા મળી રહી છે, જેણે એક જ વર્ષમાં 6,750થી વધુ દર્દીઓને લાભ પહોંચાડ્યો છે. માધવ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા નિશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પ દ્વારા 2022થી અત્યાર સુધી અંદાજે 7,000 લાભાર્થીઓ સાજા-નરવા થયા છે. સંસ્થા દ્વારા ઓક્સિજન ટેન્ક, મિની એમ્બ્યુલન્સ અને આઈસીયુ ઓન વ્હીલ્સનું દાન કરવા બદલ આરએસપીએલ લિમિટેડને ગુજરાત ફર્સ્ટ હેલ્થ કોન્કલેવ-2026માં સર્ટિફિકેટ ઓફ એપ્રેસિએશન પણ પ્રાપ્ત થયું છે. આ તમામ સામુદાયિક સુવિધાઓ અને સચોટ આયોજનના કારણે સ્થાનિક ગ્રામજનોને પોતાના જ વિસ્તારમાં તમામ પ્રકારની જરૂરી સગવડોનો મોટો લાભ મળી રહ્યો છે.

LATEST ARTICLES