JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

નસબંધીની સામાન્ય સર્જરી ભારે પડી, ડોક્ટરની મોટી ભૂલને કારણે દર્દીએ ગુમાવવો પડ્યો અંડકોષ

Oct 27, 2026 | 19:31 | By JAMNAGAR MIRROR
નસબંધીની સામાન્ય સર્જરી ભારે પડી, ડોક્ટરની મોટી ભૂલને કારણે દર્દીએ ગુમાવવો પડ્યો અંડકોષ
અમેરિકાના પેન્સિલવેનિયામાં વાસેક્ટોમી ઓપરેશન બાદ ગંભીર બેદરકારીનો મોટો કેસ સામે આવ્યો છે. કોર્ટે પીડિત દર્દી અને તેની પત્નીની તરફેણમાં મોટો ફેંસલો સુનાવીને ડોક્ટરને 9.5 મિલિયન ડોલરનું જંગી વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સામાન્ય ગણાતી વાસેક્ટોમી એટલે કે નસબંધીની સર્જરી દર્દી માટે દુઃસ્વપ્ન સાબિત થઈ હતી. ઓક્ટોબર 2018માં ડૉ. જેસન એ. સ્મિથ નામના યુરોલોજિસ્ટે મેથ્યુ બ્રેનેન નામના દર્દીનું ઓપરેશન કર્યું હતું, પરંતુ સર્જરી પછી સર્જાયેલી ગંભીર જટિલતાઓને કારણે મેથ્યુએ પોતાનો અંડકોષ કાયમ માટે ગુમાવવો પડ્યો હતો. આ મામલે લાંબી કાનૂની લડાઈ બાદ હવે પેન્સિલવેનિયાની અપીલ કોર્ટે ટ્રાયલ કોર્ટના જૂના નિર્ણયને માન્ય રાખ્યો છે અને પીડિત પરિવારને મોટો ન્યાય આપ્યો છે.

આ કેસની વિગતો મુજબ ઓપરેશન પછી તરત જ મેથ્યુ બ્રેનેનને અસહ્ય પીડા અને ગંભીર મેડિકલ કોમ્પ્લિકેશન્સ શરૂ થઈ ગયા હતા. પરિવારે ડૉ. સ્મિથ અને ટ્રાય-કાઉન્ટી યુરોલોજી એસોસિએટ્સ સામે મેડિકલ માલપ્રેક્ટિસનો કેસ દાખલ કર્યો હતો, જેમાં આક્ષેપ કરાયો હતો કે ડૉક્ટરે સર્જરી પહેલા જરૂરી તપાસ નહોતી કરી. મેડિકલ એક્સપર્ટ્સે પણ કોર્ટમાં પુષ્ટિ આપી કે ડૉક્ટરે સ્ટાન્ડર્ડ મેડિકલ કેર જાળવવામાં ગંભીર ભૂલ કરી હતી. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મેથ્યુનું ટિશ્યુ ડેમેજ થવાને કારણે ડૉક્ટરોએ ગોનાડેક્ટોમી સર્જરી કરીને તેમનો ડાબો અંડકોષ કાઢી નાખવો પડ્યો હતો. ફેયેટ કાઉન્ટ્રીની કોર્ટની જ્યુરીએ મેથ્યુને શારીરિક પીડા અને માનસિક ત્રાસ બદલ 8 મિલિયન ડોલર અને તેમની પત્ની લિસાને લગ્નજીવન પર પડેલી અસર બદલ 1 મિલિયન ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. અન્ય દંડ અને ખર્ચ મળીને કુલ રકમ 9.5 મિલિયન ડોલર એટલે કે આશરે કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે અંડકોષ ગુમાવવાનું કારણ ટેસ્ટિક્યુલર ટોર્સિયન એટલે કે અંડકોષમાં મચકોડ આવી જવું હતું, પરંતુ પીડિતના વકીલોએ આ દલીલને ફગાવી દીધી હતી. ડૉ. સ્મિથે આ ચૂકાદા સામે અપીલ કરી હતી, પરંતુ જજ મેકલાફલિનની આગેવાની હેઠળની અપીલ કોર્ટે બચાવ પક્ષની તમામ દલીલો ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ડૉક્ટર દ્વારા મેડિકલ ધોરણોનું પાલન ન થયાના પૂરતા પુરાવા છે. કોર્ટે મેડિકલ રેકોર્ડ સમયસર જમા ન કરાવવા બદલ બચાવ પક્ષ પર 60,010 ડોલરનો વધારાનો દંડ પણ ફટકાર્યો છે. જો કે, બચાવ પક્ષ પાસે આ મામલે પેન્સિલવેનિયા સુપ્રીમ કોર્ટમાં જવાનો છેલ્લો વિકલ્પ હજુ પણ ખુલ્લો છે.

LATEST ARTICLES