JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરની હોસ્ટેલમાંથી 15 વર્ષનો સગીર શંકાસ્પદ સંજોગોમાં ગુમ, પોલીસે જનતા પાસે માંગી મદદ

Oct 27, 2026 | 16:41 | By JAMNAGAR MIRROR
જામનગરની હોસ્ટેલમાંથી 15 વર્ષનો સગીર શંકાસ્પદ સંજોગોમાં ગુમ, પોલીસે જનતા પાસે માંગી મદદ
જામનગરની આદર્શ નિવાસી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો 15 વર્ષનો તરૂણ રવિવારની મોડી રાત્રે અચાનક રહસ્યમય રીતે ક્યાંક ચાલ્યો ગયો છે. પિતાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે સગીરની શોધખોળ શરૂ કરી છે અને નાગરિકોને કોઈ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોની નજીક ચાલતી આદર્શ નિવાસી હોસ્ટેલમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે, જ્યાં અભ્યાસ અર્થે રહેતો એક સગીર વિદ્યાર્થી અચાનક ગુમ થઈ જતાં ભારે ચકચારાગી છે. મૂળ જોડીયા તાલુકાના આણદા ગામના વતની એવા રૂપાભાઈ મૈયાભાઈ ઝાપડાનો 15 વર્ષનો પુત્ર જયદીપ આ હોસ્ટેલમાં રહીને ભણતર મેળવી રહ્યો હતો. રવિવારની રાત્રે આશરે 1 વાગ્યાના સુમારે આ સગીર વિદ્યાર્થી કોઈને પણ જાણ કર્યા વગર હોસ્ટેલના રૂમમાંથી રહસ્યમય રીતે બહાર નીકળી ગયો હતો અને પરત ફર્યો નહોતો.

બનાવની વિગતો મુજબ, મોડી રાત્રે પુત્ર હોસ્ટેલમાં હાજર ન હોવાનું ધ્યાનમાં આવતા તેના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને તાત્કાલિક આ અંગે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સગીરના પિતા રૂપાભાઈ દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રના ગુમ થયા અંગેની સત્તાવાર જાણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસે પણ તાત્કાલિક હરકતમાં આવીને સગીરનો ફોટો અને વિગતો એકત્ર કરીને તેની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.

પોલીસે આ મામલે જાહેર જનતાનો સહયોગ માંગ્યો છે જેથી તરૂણની ભાળ મેળવી શકાય. જો કોઈપણ નાગરિક પાસે આ ગુમ થયેલા 15 વર્ષના જયદીપ રૂપાભાઈ ઝાપડા અંગે કોઈ પણ પ્રકારની માહિતી કે ભાળ હોય, તો તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસે આ માટે મોબાઈલ નંબર 63596 27812 જાહેર કર્યો છે, જેના પર ફોન કરીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી શકાય છે જેથી સગીરને હેમખેમ શોધીને તેના પરિવાર સુધી પહોંચાડી શકાય.

LATEST ARTICLES