JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામજોધપુરના ઈશ્વરીયા ગામે ઘરમાં ખાડો કરીને દાટેલા રૂ।.3 લાખ 40 હજારની ચોરી

Oct 27, 2026 | 16:41 | By JAMNAGAR MIRROR
જામજોધપુરના ઈશ્વરીયા ગામે ઘરમાં ખાડો કરીને દાટેલા રૂ।.3 લાખ 40 હજારની ચોરી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામે એક મહિલાએ પોતાના ઘરમાં સ્ટીલના ડબ્બામાં રોકડા રૂ।.3 લાખ 40 હજાર છુપાવીને દાટી દીધા હતા. આ લાખોની રકમ ચોરાઈ જતાં મહિલાએ એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામના પાદરમાં આવેલી વાડી વિસ્તારમાં રહેતા પ્રિયાબેન અરશીભાઈ બળીયાવદરા નામના મહિલા સાથે ચોંકાવનારી ઘટના બની છે. આ મહિલાએ પોતાના ઘરમાં એક સુરક્ષિત જગ્યાએ ખાડો કરીને સ્ટીલનો ડબ્બો દાટ્યો હતો અને તેમાં પોતાની મહેનતની મૂડી સચવાઈ રહે તે માટે રૂ।.3 લાખ 40 હજાર રોકડા ભરીને રાખ્યા હતા. પરંતુ કોઈ અજાણ્યા કે જાણભેદુ શખ્સે આ રકમ પર હાથ સાફ કરી લેતા મહિલા ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

બનાવની વિગત મુજબ ગત તા.9ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ ચોરીનો ખેલ પાર પાડવામાં આવ્યો હતો. દિનદહાડે બનેલી આ ઘટનામાં મહિલાએ પોતાના જ એક પરિચિત શખ્સ અમિત હમીરભાઈ ડાંગર ઉર્ફે લાલા પર શંકા વ્યક્ત કરી છે અને તેનું નામ શકદાર તરીકે પોલીસ સમક્ષ રજૂ કર્યું છે. આ મામલે પીડિત મહિલાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પહોંચીને વિગતવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને શકદાર શખ્સની પૂછપરછ સહિતની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. ઘરમાં જ ખાડો કરીને દાટેલી રોકડ રકમ ચોરાઈ જવાની આ ઘટનાથી આખા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ચોરી કરનાર અસલી આરોપી પોલીસ પકડમાં હશે અને રોકડ રકમ પણ રિકવર કરવામાં આવશે.

LATEST ARTICLES