JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં ભક્તિભાવપૂર્વક યોજાયું સંવત્સરી જમણ, મોટી સંખ્યામાં ડબાસંગવાસીઓ જોડાયા

Oct 27, 2026 | 16:35 | By JAMNAGAR MIRROR
જામનગરમાં ભક્તિભાવપૂર્વક યોજાયું સંવત્સરી જમણ, મોટી સંખ્યામાં ડબાસંગવાસીઓ જોડાયા
જામનગરમાં પૂજ્ય સંતોના સંયમ જીવનની દીર્ધાયુ અને અનુમોદના અર્થે વિશેષ સંવત્સરી જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. ડબાસંગના કુળદિપક મહા તપસ્વી સુમિત શેખર વિ.મ.સાહેબના 36 વર્ષના સંયમ જીવન અને મુનિરાજ શાંતિશેખર વિ.મ.સાહેબના 25 વર્ષના સંયમ જીવનની ઉજવણી નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાતા પરિવારનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ડબાસંગના કુળદિપક ઠામ ચોવિહાર આયંબીલ તપના મહા તપસ્વી પૂજ્ય સુમિત શેખર વિ.મ.સાહેબના 36 વર્ષના સંયમ જીવનની અનુમોદના અર્થે વિશેષ આયોજન કરાયું હતું. આ સાથે જ ડબાસંગ ભાણેજ મ.સા. મોસાળ પરિવારના કુળદિપક મુનિરાજ શાંતિશેખર વિ.મ.સાહેબના 25 વર્ષના સંયમ જીવનની અનુમોદના પણ કરવામાં આવી હતી. આ ધાર્મિક અને સેવાકીય પ્રસંગે રતિલાલ વીરચંદ સુમરીયાના આત્મ શ્રેયાર્થે બહેન નિર્મળાબેન વીરચંદ ગોસર સુમરીયાના ઉદાર આર્થિક સહયોગથી ભવ્ય સંવત્સરી જમણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગમાં જામનગર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ડબાસંગવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આયોજન દરમિયાન બંને પૂજ્ય સંતોના સંયમ પર્યાય અને દીક્ષાના વર્ષોને યાદ કરીને સૌએ તેમની પ્રેરણાદાયી જીવનયાત્રાને નમન કર્યા હતા. સમાજમાં ધાર્મિક ભાવના અને એકતા જળવાઈ રહે તે હેતુસર યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ લોકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.

આ સમૂહ ભોજન અને ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે અનિલ નેમચંદ શાહ અને રૂપેશ વીરચંદ શાહ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આ આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર દાતા પરિવાર અને સેવાભાવી વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના આયોજનોથી સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને ધાર્મિક સંસ્કારોની સુવાસ વધુ પ્રસરતી હોવાની ભાવના ઉપસ્થિત સૌએ વ્યક્ત કરી હતી.

LATEST ARTICLES