JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, વોટર ફ્રોડની માહિતી આપનારને મળશે 1 મિલિયન ડોલરનું ઇનામ

Oct 27, 2026 | 02:45 | By JAMNAGAR MIRROR
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, વોટર ફ્રોડની માહિતી આપનારને મળશે 1 મિલિયન ડોલરનું ઇનામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ફ્રોડની માહિતી આપનાર માટે 1 મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ એલાન કરતા કહ્યું કે 2020ની ચૂંટણી અને આવનારી 2026ની મિડટર્મ ઇલેક્શનમાં ફ્રોડ પકડાવનારને આ રકમ મળશે. જો કે આ ઇનામ માટે ફંડ ક્યાંથી આવશે અને તેની વ્યવસ્થા કેવી હશે તેની કોઈ વિગતો હજુ સામે આવી નથી.

અમેરિકાના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક મોટું એલાન કરીને ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ નેટવર્ક પર લખ્યું છે કે પાછલી ચૂંટણીઓ અથવા આગામી 2026ની મિડટર્મ ઇલેક્શનમાં વોટર ફ્રોડની જાણકારી આપીને આરોપીઓની ધરપકડ અને કન્વિક્શન કરાવનાર વ્યક્તિને 1,000,000 ડોલર ચૂકવવામાં આવશે. 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા હોવાનો દાવો કરતા ટ્રમ્પે અગાઉ પણ અનેકવાર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે, અને આ નવી જાહેરાતને આગામી ચૂંટણીઓ પહેલા શંકાના વાદળો ઘેરાવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

હાલમાં અમેરિકામાં નવેમ્બર 3ના રોજ યોજાનારી ચૂંટણીઓને માત્ર 8 જ દિવસ બાકી છે અને પોલ્સ અનુસાર ડેમોક્રેટ્સ આગળ ચાલી રહ્યા છે, જ્યારે રિપબ્લિકન્સ કોંગ્રેસ બંને ચેમ્બર્સ પર કાબૂ જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. જો ડેમોક્રેટ્સની જીત થશે તો ટ્રમ્પનો એજન્ડા અટકી શકે છે અને તેમના કાર્યકાળના અંતિમ 2 વર્ષમાં કોંગ્રેસ દ્વારા તપાસનો સામનો કરવો પડી શકે છે. સ્ટડીઝમાં હંમેશા એવું બહાર આવ્યું છે કે વોટર ફ્રોડ અત્યંત દુર્લભ છે. ટ્રમ્પની આ જાહેરાત અગાઉ રિપબ્લિકન્સ જીતે તો દરેક અમેરિકન સિટિઝનને 5000 ડોલર આપવાના વાયદા જેવા અનેક અસાધારણ ચૂંટણી વાયદાઓ પછી આવી છે.

ટ્રમ્પના આ પગલાં બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે કારણ કે તેમણે નોર્થ કેરોલીના મિલિટરી બેઝ પર દૂષિત પાણીથી બીમાર થયેલા વેટરન્સના કોમ્પેન્સેશનને પણ રિપબ્લિકન જીત સાથે જોડી દીધું છે. બીજી તરફ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અલાસ્કા સ્ટેટને સેનેટ ઇલેક્શનના રિઝલ્ટ્સ સર્ટિફાઈ કરતા અટકાવવા માટે સૂટ દાખલ કર્યો છે, જેમાં રિપબ્લિકન ઇન્કમ્બન્ટ ડાન સુલિવનની હારની સ્થિતિમાં સમાન નામવાળા અન્ય કેન્ડિડેટને લઈને વોટર કન્ફ્યુઝનનો હવાલો આપવામાં આવ્યો છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમણે ખુદ આ સૂટનો ઓર્ડર આપ્યો હતો, જો કે તેમના એટર્ની જનરલે ઇલેક્શન રિઝલ્ટ ઉથલાવવાનો પ્રયાસ નકાર્યો છે.

LATEST ARTICLES