JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

મનોજ જરાંગેના ઓડિયો ક્લિપ વિવાદની તપાસ માટે SIT રચાઈ, ભીતરના ખેલ આવશે બહાર

Oct 26, 2026 | 19:21 | By JAMNAGAR MIRROR
મનોજ જરાંગેના ઓડિયો ક્લિપ વિવાદની તપાસ માટે SIT રચાઈ, ભીતરના ખેલ આવશે બહાર
મરાઠા આરંદોલનને નબळं પાડવા માટે 500 કરોડ રૂપિયા લેવાયા હોવાના ગંભીર આરોપ સાથે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે મહારાષ્ટ્ર સરકાર હરકતમાં આવી છે. મુંબઈના એડિશનલ સીપી શૈલેશ બળકાવડેના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરવામાં આવી છે, જે આ સમગ્ર મામલાની ફોરેન્સિક તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે એક એવો ભૂકંપ આવ્યો છે જેની ધ્રુજારી લાંબી ચાલવાની છે. મરાઠા આરક્ષણના અગ્રણી નેતા મનોજ જરાંગે પાટીલના નામે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપે રાજકીય ગલિયારોમાં હડકંપ મચાવી દીધો છે. આ ચર્ચાસ્પદ ઓડિયો ક્લિપમાં એવા ગંભીર આક્ષેપો કરાયા હતા કે 2024ની એસેમ્બલી ઇલેક્શન પહેલા મરાઠા આંદોલનને કમજોર કરવા માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના દીકરા અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે તથા ભાજપના કહેવાથી મનોજ જરાંગેને 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ગંભીર આરોપો સામે આવતાની સાથે જ રાજકારણ ગરમાયું હતું અને ખુદ મનોજ જરાંગેએ પણ પોતે એક પણ રૂપિયો લીધો નથી તેમ સ્પષ્ટ કહીને આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ખુલ્લી માંગણી કરી હતી.

આ વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. મુંબઈના સાઉથ રીજનના એડિશનલ સીપી શૈલેશ બળકાવડેના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમનું મુખ્ય કામ સામે આવેલી ઓડિયો રેકોર્ડિંગ્સની વૈજ્ઞાનિક ઢબે એટલે કે ફોરેન્સિક તપાસ કરવાનું રહેશે. આ ઓડિયો ક્લિપ અસલી છે કે નકલી, તે ક્યાંથી વાયરલ થઈ અને આની પાછળ કયા માથાનો હાથ છે, તે તમામ રહસ્યો હવે આ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

આખા મામલે સામાન્ય જનતાથી લઈને મરાઠા સમાજમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ આંદોલનને તોડવા માટે કોઈ મોટો ખેલ રમાયો હતો કે પછી આ માત્ર એક રાજકીય કાવતરું જ છે. જો કે, હવે SIT ની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં આ ઓડિયો ક્લિપના સાચા અવાજો અને તેના પડદા પાછળના ચહેરાઓ પોલીસની પક્ડમાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ તપાસના રિપોર્ટ પર આખા દેશની નજર ટકેલી છે કેમ કે આનાથી મહારાષ્ટ્રના રાજકારણનું આગામી ચિત્ર ઘણું બધું બદલાઈ શકે તેમ છે.

LATEST ARTICLES