JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

મેકડોનાલ્ડ્સના પ્રખ્યાત મેકરિબ સેન્ડવિચની ફરીથી એન્ટ્રી, ફૂડીઝમાં ખુશીની લહેર

Oct 26, 2026 | 19:20 | By JAMNAGAR MIRROR
મેકડોનાલ્ડ્સના પ્રખ્યાત મેકરિબ સેન્ડવિચની ફરીથી એન્ટ્રી, ફૂડીઝમાં ખુશીની લહેર
અમેરિકાના ચૂંટેલા શહેરોમાં લિમિટેડ ટાઈમ માટે પાછી ફરેલી આ આઈકોનિક સેન્ડવિચે સોશિયલ મીડિયા પર ધમાકેદાર વાતાવરણ ઊભું કર્યું છે. રસપ્રદ વાત તો એ છે કે ક્રિપ્ટો માર્કેટના શોખીનો આની સરખામણી બિટકોઈન સાથે કરીને મજા લઈ રહ્યા છે.

જો તમને ફૂડ પ્રત્યે પ્રેમ હોય અને ખાસ કરીને ફાસ્ટ ફૂડના શોખીન હોવ, તો તમારા માટે એક સરસ ખબર છે. દુનિયાભરમાં જાણીતી ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સની ફેમસ આઈકોનિક સેન્ડવિચ 'મેકરિબ' ફરી એકવાર પાછી આવી ગઈ છે. અમેરિકાના કેટલાક સિલેક્ટેડ શહેરોમાં અને આઉટલેટ્સ પર આ સેન્ડવિચ લિમિટેડ ટાઈમ માટે મેનૂમાં પાછી મૂકવામાં આવી છે. પહેલીવાર આ સેન્ડવિચ 1981માં કેન્સાસ સિટીમાં લોન્ચ થઈ હતી અને પછી 1982માં આખા અમેરિકામાં ધૂમ મચાવી દીધી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ સેન્ડવિચનો ક્રેઝ જરાય ઓછો નથી થયો.

આ વખતે મેકરિબની વાપસી એટલા માટે પણ ચર્ચામાં છે કે સોશિયલ મીડિયા પર લોકો આને લઈને ખૂબ મજાક મસ્તી કરી રહ્યા છે. ખાસ કરીને ક્રિપ્ટો કરન્સીના શોખીન ટ્વિટર પર એવું કહી રહ્યા છે કે જ્યારે જ્યારે મેકરિબ પાછું આવે છે, ત્યારે બિટકોઈનનું માર્કેટ તેજીમાં આવી જાય છે. લોકો હવે મોંઘવારી કે વ્યાજદરના ડેટા છોડીને બાર્બેક્યુ સોસવાળી આ સેન્ડવિચ પર નજર રાખીને બેઠા છે કે માર્કેટ ઉપર જશે કે નહીં. ઇન્ટરનેટ પર તો વળી યુવાનો મસ્તીમાં એવું પણ લખી રહ્યા છે કે શું તું મેકરિબ છે જે આટલો ભાવ ખાય છે?

જોકે, આ બધી મસ્તીની વચ્ચે ખાવા-પીવાના શોખીનો માટે તો આ કોઈ તહેવારથી કમ નથી. મેકડોનાલ્ડ્સની આ ખાસ સેન્ડવિચનો સ્વાદ માણવા માટે લોકો આઉટલેટ્સ પર પડાપડી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આના ફોટા અને વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ ટેસ્ટી સેન્ડવિચ લોકોના દિલમાં કેટલા દિવસ રાજ કરે છે અને ક્રિપ્ટો માર્કેટના જોક્સ ક્યાં સુધી ચાલે છે, પણ એટલુંક્લિયર છે કે આના પાછા આવવાથી ખાવા-પીવાના શોખીનોના ચહેરા પર ખુશી જરૂર આવી ગઈ છે.

LATEST ARTICLES