JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં ચૂંટણી પહેલા મોટો વળાંક, જજે ટ્રમ્પ સમર્થકોની વોટર તપાસ પર રોક લગાવી

Oct 26, 2026 | 19:16 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ચૂંટણી પહેલા મોટો વળાંક, જજે ટ્રમ્પ સમર્થકોની વોટર તપાસ પર રોક લગાવી
કેલિફોર્નિયાના ફેડરલ જજે 9 સ્ટેટ્સમાં બિન-નાગરિક વોટર રજીસ્ટ્રેશનની તપાસ પર ટેમ્પરરી રોક લગાવી દીધી છે. જજનું કહેવું છે કે ખોટા ડેટાના આધારે તપાસ કરવાથી સાચા વોટર્સ ડરશે અને ચૂંટણી પર અસર પડશે. જો કે, આદેશ સામે અપીલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

અમેરિકાની રાજનીતિમાં હાલ ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યાં જ કેલિફોર્નિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ફેડરલ જજે 9 સ્ટેટ્સમાં ચાલી રહેલી શંકાસ્પદ બિન-નાગરિક વોટર રજીસ્ટ્રેશનની તપાસ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. વોટર રાઈટ્સ માટે લડતી કેટલીક સિવિલ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા આ કેસ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જેના પર સુનાવણી કરતા જજે આ મહત્ત્વનો આદેશ આપ્યો છે.

આ મામલે સામે આવ્યું છે કે ફેડરલ એજન્ટો દ્વારા તપાસ દરમિયાન જે ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેમાં ઘણી ખામીઓ હતી. આ બાબતે ચિંતા વ્યક્ત કરતા ફેડરલ જજ અરેસેલી માર્ટિનેઝ-ઓલ્ગુઈને સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રકારે ખોટા ડેટાના આધારે થતી તપાસથી લાયક અને સાચા વોટર્સમાં પણ ડરનો માહોલ ઊભો થઈ શકે છે, જે આવનારી ચૂંટણી માટે યોગ્ય નથી. જજે સ્પષ્ટપણે જણાવ્યું કે વોટર્સ ઇન્ટિમીડેટ થાય તેવું જોખમ ન લેવું જોઈએ.

જો કે, આ ચુકાદા સામે અપીલ કરવા માટે પણ છૂટ આપવામાં આવી છે જેથી આગળની કાનૂની કાર્યવાહી થઈ શકે. અમેરિકામાં ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારના નિર્ણયો સીધી રીતે રાજકારણ અને વોટિંગ પ્રોસેસ પર અસર કરતા હોય છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ મામલે કોર્ટમાં કેવું વળાંક આવે છે અને વહીવટી તંત્ર શું પગલાં ભરે છે.

LATEST ARTICLES