JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ઇન્સ્ટાગ્રામ પ્રેમજાળ: 3 લાખ પડાવી યુવતીએ બદનામ કરતા કડિયાકામ કરતા યુવાને કર્યો આપઘાત

Oct 26, 2026 | 18:17 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધમાં ફસાયેલા ૨૬ વર્ષીય યુવાને શ્રદ્ધા નામની યુવતીના માનસિક ત્રાસ અને આર્થિક છેતરપિંડીથી કંટાળીને આજીડેમ પાસે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. યુવતીએ કટકે-કટકે ૩ લાખ રૂૂપિયા પડાવીને સંબંધ કાપી નાખ્યો હતો અને બદનામ કરવાની ધમકી આપી હતી.

આજના સોશિયલ મીડિયાના યુગમાં સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તેની વધુ એક હચમચાવનારી ઘટના રાજકોટમાંથી સામે આવી છે. અહીં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાઈને એક કમનસીબ શ્રમિક યુવાને પોતાની જિંદગી ગુમાવવી પડી છે. બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા અને કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 26 વર્ષીય નેપાળી યુવાન યુવરાજ કેતનભાઇ થાપાએ આજીડેમ નજીક તળાવ પાસેના પુલ પર ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, રોજના શ્રમકામથી પેટિયું રળતા યુવરાજને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી, જે બાદમાં પ્રેમ સંબંધમાં બદલાઈ હતી. આ પ્રેમ સંબંધનો લાભ લઈને ચાલાક યુવતીએ યુવરાજને પોતાની માયાજાળમાં એવો ફસાવ્યો કે છેલ્લા 7 મહિનાના ટૂંકા ગાળામાં જ તેની પાસેથી કટકે-કટકે આશરે 3 લાખ રૂૂપિયા પડાવી લીધા હતા. કાળી મજૂરી કરીને પરસેવો પાડીને કમાયેલા આ નાણાં ગુમાવ્યા બાદ પણ યુવતીની લાલચ અટકી નહોતી. પૈસા પડાવી લીધા પછી અચાનક જ યુવતીએ યુવરાજ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ઊલટાનું તેના પર જ આરોપ મૂકવા લાગી હતી કે તું ખોટા ધંધા કરે છે.

માત્ર નાણાકીય જ નહીં પરંતુ માનસિક ત્રાસની હદ તો ત્યારે થઈ જ્યારે યુવતીએ યુવરાજને સમાજમાં અને તેના મિત્રવર્તુળમાં બદનામ કરવાનું શરૂૂ કર્યું. પ્રેમમાં દિલ દઈ બેઠેલા અને આર્થિક રીતે તેમજ સામાજિક પ્રતિષ્ઠાથી પાયમાલ થઈ ચૂકેલા આ યુવાનથી આઘાત સહન ન થયો. આ માનસિક ટોર્ચરથી કંટાળીને આખરે તેણે આજીડેમ પાસે જઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું. યુવરાજે ઝેરી પ્રવાહી પી લેતા તેની તબિયત લથડી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

મજૂર યુવાનના આકસ્મિક અને દર્દનાક મોતથી તેના પરિવારમાં રોકકળ મચી ગઈ છે અને માતમ છવાઈ ગયો છે. આ ગંભીર મામલે હોસ્પિટલ ચોકી મારફતે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આ મામલે નિર્દોષ યુવકને મજબૂર કરનાર અને છેતરપિંડી આચરનાર યુવતી સામે કાયદેસરની કડક કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. સોશિયલ મીડિયાના અજાણ્યા સંબંધો પાછળ જીવ ગુમાવવાની આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે.

LATEST ARTICLES