JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ધ્રોલવાસીઓ માટે ખુશખબર, હવે ઘરઆંગણે જ મળશે 75 બેડ અને 10 આઈસીયુવાળી અદ્યતન હોસ્પિટલની સુવિધા

Oct 26, 2026 | 17:02 | By JAMNAGAR MIRROR
ધ્રોલવાસીઓ માટે ખુશખબર, હવે ઘરઆંગણે જ મળશે 75 બેડ અને 10 આઈસીયુવાળી અદ્યતન હોસ્પિટલની સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્રોલની નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના તાલુકા સ્તરે આ પહેલી એવી હોસ્પિટલ છે જ્યાં 75 બેડ અને 10 આઈસીયુની અત્યાધુનિક સુવિધાઓ મળી રહેશે.

ધ્રોલ પંથકના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સ્થાનિક દર્દીઓને નાની-મોટી બીમારીઓ કે ગંભીર સારવાર માટે દૂર-દૂર સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ધ્રોલની નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલથી ધ્રોલ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે ઘરઆંગણે જ ગુણવત્તાસભર અને ઉત્તમ મેડિકલ સુવિધાઓ મળી રહેશે.

આ હોસ્પિટલની વિશેષતાઓની વાત કરીએ તો, આ નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કુલ 75 બેડની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને અતિ ગંભીર દર્દીઓની સારવાર માટે તેમાં 10 આઈસીયુ બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં તાલુકા કે ગ્રામ્ય કક્ષાએ આટલી મોટી ક્ષમતા અને આઈસીયુ જેવી ક્રિટિકલ કેર સુવિધા ધરાવતી આ પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે, જેને કારણે પંથકના લોકોને મોટી રાહત મળી છે. આ હોસ્પિટલમાં અત્યાધુનિક તબીબી સાધનો વસાવવામાં આવ્યા છે જેથી સ્થાનિક સ્તરે જ નિષ્ણાત ડોક્ટરો દ્વારા શ્રેષ્ઠ સારવાર મળી રહે.

સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ આ પ્રસંગે વાત કરતા જણાવ્યું હતું કે ધ્રોલ અને તેની આસપાસનો વિસ્તાર ઘણો મોટો હોવાથી અહીં આવી કોઈ મોટી અને અદ્યતન હોસ્પિટલની લાંબા સમયથી તાતી જરૂરિયાત હતી. વર્ષ 2024માં મુખ્યમંત્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકારે તાત્કાલિક મંજૂરી આપી હતી. આજે આ સપનું સાકાર થયું છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ સુવિધા પ્રજાને સમર્પિત થઈ છે, જેનાથી સામાન્ય અને જરૂરિયાત મંદ પરિવારના દર્દીઓને મોટો આર્થિક તેમજ શારીરિક ફાયદો થશે.

LATEST ARTICLES