જામનગરના ચાંદીબજાર સ્થિત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા અત્યારે ભક્તિભાવપૂર્વક આયંબીલ ઓળીની આરાધના ચાલી રહી છે. આ ધાર્મિક અનુષ્ઠાન અજરામર સંપ્રદાયના વિશ્વાસીનીબાઈ સ્વામી તેમજ ગોંડલ સંપ્રદાયના જવેર સમયપ્રભા દિવ્ય ગુરૂણીના શિષ્ય પ.પૂ. કુંદનબાઈ સ્વામીની પવિત્ર નિશ્રામાં યોજાયું છે. આ આયંબીલ ઓળીના મુખ્ય દાતા પરિવાર તરીકે અલ્પાબેન જીતુભાઈ મહેતા અને હંસાબેન નવીનભાઈ મહેતાએ ઉત્સાહભેર લાભ લીધો હતો.
આ આરાધનાના આઠમા દિવસે સ્થાનકવાસી જૈન સંઘના વિશેષ આમંત્રણને માન આપીને શહેરના અનેક દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ વિશેષ ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ લીધો હતો. આ ઉપરાંત કોર્પોરેટર દર્શન શેઠ અને ચેતન પેપર માર્ટવાળા કિરીટભાઈ મહેતા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંઘના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંઘના ટ્રસ્ટીઓ દિપકભાઈ શાહ, વિજયભાઈ શેઠ, અજયભાઈ શેઠ, મયુરભાઈ શાહ, વિરેન્દ્રભાઈ વસા, કિરીટભાઈ ઠક્કર, શાહભાઈ શાહ, રાજુભાઈ શાહ, રવિભાઈ શેઠ, જયેશભાઈ ઘડીયાળી, સુભાષભાઈ મહેતા, વિમલભાઈ શાહ, સુબોધભાઈ વારીયા અને પરેશભાઈ વારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી અને ધર્મપ્રેમી જનસમુદાયનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
