JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

લુની ટ્યુન્સના લોકપ્રિય પાત્રો બગ્સ બની અને ડાફી ડકને અવાજ આપનાર એરિક બોઝાનું 46 વર્ષની વયે નિધન

Oct 26, 2026 | 15:35 | By JAMNAGAR MIRROR
લુની ટ્યુન્સના લોકપ્રિય પાત્રો બગ્સ બની અને ડાફી ડકને અવાજ આપનાર એરિક બોઝાનું 46 વર્ષની વયે નિધન
લુની ટ્યુન્સના ફેમસ કાર્ટૂન પાત્રોને પોતાના અવાજથી જીવંત કરનાર એમી એવોર્ડ વિજેતા એરિક બોઝાનું અચાનક અવસાન થયું છે. લોસ એન્જલસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરના રિપોર્ટ મુજબ હાઈપરટેન્સિવ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને કારણે તેમનું કુદરતી મૃત્યુ થયું હતું.

દુનિયાભરના બાળકો અને વડીલોના ચહેરા પર સ્મિત લાવનાર લોકપ્રિય અવાજ હવે કાયમ માટે શાંત થઈ ગયો છે. લુની ટ્યુન્સના ચકચારી પાત્રો જેમ કે બગ્સ બની, ડાફી ડક અને બીજા અનેક ફેમસ કાર્ટૂન કેરેક્ટર્સને પોતાના જાદુઈ અવાજથી ઘેરઘેર જાણીતા બનાવનાર એરિક બોઝાનું 46 વર્ષની નાની વયે નિધન થયું છે. રવિવારે લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલા તેમના ઘેર જ આ દુખદ ઘટના બની હતી, જેનાથી હોલીવુડ અને દુનિયાભરના કાર્ટૂન પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૂળ કેનેડાના ટોરેન્ટો શહેરના વતની એવા એરિક બોઝાએ અવાજની દુનિયામાં બે દાયકા કરતાં પણ વધુ લાંબી અને શાનદાર કારકિર્દી બનાવી હતી. પોતાની અદ્ભુત વોઈસ એક્ટિંગ સ્કિલના દમ પર તેમણે એમી એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેમના અચાનક જવાથી કાર્ટૂન જગતને મોટી ખોટ પડી છે. ચાહકો હવે ક્યારેય બગ્સ બની કે ડાફી ડકના મોંઢે એરિકનો અસલી અવાજ નહીં સાંભળી શકે, પણ તેમના દ્વારા યાદગાર બનેલા પાત્રો હંમેશાં અમર રહેશે.

આ અચાનક થયેલા મોતના સાચા કારણને જાણવા માટે લોસ એન્જલસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરે તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું કે એરિકનું મૃત્યુ હાઈપરટેન્સિવ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય સંબંધિત ગંભીર બીમારીના કારણે થયું છે. મેડિકલ રિપોર્ટમાં આ મોતને કુદરતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ભલે એરિક આજે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમનો અવાજ હંમેશાં લોકોના દિલમાં જીવંત રહેશે.

LATEST ARTICLES