JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મિડલ પાવરના જૂઠ્ઠાણાં: પશ્ચિમી દેશોએ શા માટે ભારતને કોઈ ખાનામાં ફીટ કરવાનું બંધ કરવું જોઈએ?

Oct 26, 2026 | 14:25 | By JAMNAGAR MIRROR
મિડલ પાવરના જૂઠ્ઠાણાં: પશ્ચિમી દેશોએ શા માટે ભારતને કોઈ ખાનામાં ફીટ કરવાનું બંધ કરવું જોઈએ?
દુનિયાભરમાં આજે મિડલ પાવરની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ભારત કોઈની જીઓપોલિટિકલ હાયરાર્કીમાં ફિટ થવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી બદલાયેલી ગ્લોબલ પરિસ્થિતિમાં ભારત પોતાની આગવી ઓળખ સાથે આગળ વધી રહ્યું છે અને પશ્ચિમી દેશોએ હવે ભારતને કોઈ એક બોક્સમાં મૂકવાની માનસિકતા છોડવી પડશે.

આજે દુનિયામાં ગ્લોબલ પોલિટિક્સ અને ઈકોનોમીમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ખાસ કરીને યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે પશ્ચિમી દેશોમાં ભારે હડકંપ મચી ગયો છે. કેનેડા જેવા દેશોને પણ જ્યારે આર્થિક પ્રેશર અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ત્યારે ગ્લોબલ સ્તરે મિડલ પાવર જેવા શબ્દો ચર્ચામાં આવ્યા. ડાવૌસ ઈકોનોમિક ફોરમથી લઈને મ્યુનિચ સિક્યુરિટી કોન્ફરન્સ સુધી હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે બદલાતા સમયમાં આ મિડલ પાવર દેશો શું ભૂમિકા ભજવશે? યુકે, જર્મની, ફ્રાન્સ, જાપાન, બ્રાઝિલ અને તુર્કી જેવા દેશોને આજે મિડલ પાવરની કેટેગરીમાં મૂકવામાં આવે છે. યુકેના ભૂતપૂર્વ PM રિશી સુનક પણ યુકેને મિડલ પાવર તરીકે સ્વીકારવામાં સહજ રહ્યા છે.

આ બધી ચર્ચાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે પશ્ચિમી દુનિયામાં અત્યારે અરાજકતા જેવું વાતાવરણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન યુરોપ અને તેના સાથી દેશો પર દબાણ વધારી રહ્યું છે. નાટો અલાયન્સ સામે પણ પ્રશ્નાર્થો ખડા થઈ રહ્યા છે. ટ્રમ્પ અને તેમના સાથીઓ યુરોપના આંતરિક રાજકારણમાં ખુલ્લેઆમ દખલ કરી રહ્યા છે અને કેટલાક નેતાઓ પર અંગત પ્રહારો પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યુરોપને પણ સમજાઈ ગયું છે કે હવે અમેરિકા સાથેના સંબંધોમાં માળખાકીય ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. યુરોપ હવે નોન-વેસ્ટર્ન દુનિયા સાથે પોતાના સંબંધો સુધારવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ભારત સાથે એફટીએ અને ગાઢ સંબંધો બનાવવા એ તેનો જ એક ભાગ છે. ભારત માટે પણ આ ફાયદાકારક છે કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ભારત-યુએસ સંબંધોને પણ ફટકો માર્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ટ્રસ્ટનો મુદ્દો ફરી ઊભો થયો છે.

આ બધી ધમાચકડી વચ્ચે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભારત એક મિડલ પાવર છે? દિલ્હીમાં મળેલી મ્યુનિચ સિક્યુરિટી કોન્ફરન્સમાં પણ આ મુદ્દે પેનલ ડિસ્કાઉન્ટ થઈ હતી. જોકે, હકીકત એ છે કે ભારત હજુ સુપરપાવર કે યુએન સિક્યુરિટી કાઉન્સિલનો કાયમી મેમ્બર નથી બન્યો. પરંતુ તેની પાસે ન્યૂક્લિયર અને મિસાઈલ પાવરની સાથે સ્પેસ પાવર પણ છે. ભારત પાસે વિશાળ મિલિટરી છે, ભલે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં હજુ આપણે થોડા પાછળ હોઈએ. ભારત સ્ટ્રેટેજિક ઓટોનોમી જાળવી રાખે છે, છતાં કેટલીક નબળાઈઓ પણ છે.

તે છતાં, ભારતને ક્યારેય મિડલ પાવર ન કહી શકાય. ભારતની સ્થિતિ એકદમ અલગ અને આગવી છે. વસ્તીની બાબતમાં ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે અને અહીં યુવાનોની મોટી ફૌજ છે. ભારતની ઈકોનોમી એટલી ઝડપથી વધી રહી છે કે આગામી થોડા વર્ષોમાં તે દુનિયાની ૩ નંબરની ઈકોનોમી બની જશે. પીએપી ટર્મ્સમાં તો ભારત અત્યારથી જ ૩ નંબર પર બેઠું છે. ભારત પાસે જે હ્યુમન ટેલેન્ટ છે, તે આપણા દેશ માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે એક મોટો એસેટ છે. ટૂંકમાં કહીએ તો, ભારત કોઈના દબાણમાં આવીને પોતાની જાતને કોઈ ચોકઠામાં ફિટ થવા દેવા તૈયાર નથી, અને પશ્ચિમી દેશોએ આ હકીકત સ્વીકારવી જ પડશે.

LATEST ARTICLES