JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પ્રેમમાં ફસાયેલા રિટાયર્ડ આર્મી કેપ્ટને દેશના સિક્રેટ્સ લીક કર્યા, તમિલનાડુથી ધરપકડ

Oct 26, 2026 | 14:25 | By JAMNAGAR MIRROR
પ્રેમમાં ફસાયેલા રિટાયર્ડ આર્મી કેપ્ટને દેશના સિક્રેટ્સ લીક કર્યા, તમિલનાડુથી ધરપકડ
દેશની સુરક્ષા સાથે ખેલવાડાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમિલનાડુના વેલોર વિસ્તારમાંથી એક 52 વર્ષના રિટાયર્ડ આર્મી કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે, જેણે પ્રેમ પ્રકરણમાં પડીને DRDOને લગતી અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી એક મહિલા સાથે શેર કરી હતી.

તમિલનાડુના વેલોર અને તિરુવન્નામલઈ જિલ્લાની આસપાસથી પકડાયેલા આ રિટાયર્ડ આર્મી કેપ્ટનનું નામ બાબુ છે. બાબુ અગાઉ આર્મીની આર્ટિલરી રેજિમેન્ટમાં કેપ્ટન તરીકે સેવા આપી ચૂક્યો હતો અને વર્ષ 1994માં રિટાયર્ડ થયો હતો. રિટાયર્ડમેન્ટ પછી તેણે DRDOમાં પણ કામ કર્યું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી કે બાબુએ એક મહિલા સાથેના સંબંધોની આડમાં દેશના સુરક્ષા દળો અને DRDO સાથે જોડાયેલી ગુપ્ત માહિતી બહાર પાડી છે. આ મામલો સામે આવતા જ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે દરોડા પાડીને આરોપીને અરાણી નજીક છુપાયેલા સ્થળેથી ઝડપી લેવામાં આવ્યો છે.

આ કેસમાં સૌથી મોટો સવાલ એ મહિલાની ઓળખ અને તેની નેશનલિટીને લઈને છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું આ મહિલાએ માત્ર પ્રેમ જાળમાં ફસાવીને દેશના સિક્રેટ્સ કઢાવ્યા છે કે પછી આ મામલો કોઈ વિદેશી જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યારે એ વાત સ્પષ્ટ થઈ નથી કે પેલી મહિલા પાકિસ્તાન કે અન્ય કોઈ દેશની છે કે નહીં. આ રહસ્ય પુરેપૂરું ઉકેલવા માટે પોલીસ હવે વોટ્સએપને પત્ર લખીને આઈપી ડિટેલ્સ માંગવાની છે, જેથી ચેટ અને કોલ કરનાર અસલી વ્યક્તિ સુધી પહોંચી શકાય. આરોપી બાબુ પાસેથી મળેલા મોબાઈલ અને અન્ય ડિજિટલ રેકોર્ડ્સની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

દેશના સૈન્ય રહસ્યો દુશ્મનો સુધી પહોંચાડવાના આ ગંભીર કેસમાં તમિલનાડુ પોલીસે પકડાયેલા રિટાયર્ડ કેપ્ટનને આગળની કડક પૂછપરછ માટે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેટિવ ઓથોરિટીઝને સોંપી દીધો છે. કેન્દ્રીય એજન્સીઓ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે બાબુએ અત્યાર સુધીમાં કઈ કઈ માહિતી કઈ કઈ વ્યક્તિઓ સાથે શેર કરી છે અને તેની પાછળ કોઈ મોટું કાવતરું હતું કે નહીં. દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરનાર આ મામલામાં આવનારા દિવસોમાં બીજા પણ કેટલાક મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

LATEST ARTICLES