JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતા આમિર ખાન અને સલમાન ખાન

Oct 26, 2026 | 14:25 | By JAMNAGAR MIRROR
ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતા આમિર ખાન અને સલમાન ખાન
મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સની રેકી કરતી આંતકવાદી ગેંગે પહેલા સલમાન ખાન અને બાદમાં આમિર ખાન, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારના ઘરની પણ રેકી કરી હતી. પરંતુ સલમાનની કડક સિક્યોરિટી અને આમિર શૂટિંગમાં વ્યસ્ત રહેવાને કારણે પ્લાન બદલાયો હતો અને આખરે ટાઈગર શ્રોફ પર હુમલો કરવામાં આવ્યો હતો.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસને લઈને પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ પોલીસની પકડમાં આવેલા શૂટર્સે પૂછપરછ દરમિયાન એવું કબૂલ્યું છે કે તેઓ માત્ર ટાઈગર શ્રોફને જ નહીં, પરંતુ મુંબઈમાં મોટા-મોટા સેલેબ્સના ઘરોની લાંબા સમયથી રેકી કરી રહ્યા હતા. આ ગેંગના નિશાના પર શરૂઆતમાં સલમાન ખાન હતા, પરંતુ ગેલેક્સી અપાર્ટમેન્ટની આસપાસ સુરક્ષાનું કડક જાલ જોઈને તેઓએ પોતાનો પ્લાન બદલી નાખ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાન સુધી પહોંચવું મુશ્કેલ લાગતા આ ગેંગે આમિર ખાન, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ સ્ટાર્સના ઘરોની પણ રેકી શરૂ કરી હતી. ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર્સે આમિર ખાનના બાંદ્રા સ્થિત ઘરની આસપાસ લગભગ 1 મહિનો વિતાવ્યો હતો અને 3 વખત રેકી પણ કરી હતી. જોકે, આમિર ખાન વારંવાર ફિલ્મોના શૂટિંગ માટે બહાર જતા રહેતા હતા અથવા ઘરની અંદર જ રહેતા હતા, જેના કારણે હુમલાખોરો તેમના સુધી પહોંચી શક્યા નહોતા અને આ પ્લાન સફળ થઈ શક્યો નહોતો.

તમને જણાવી દઈએ કે 18 ઓક્ટોબરની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં જ્યારે ટાઈગર શ્રોફ પોતાની કારની કાચમાંથી ફેન્સને હાય હેલો કરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા 2 બદમાશોએ તેમની કાર પર તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં સદનસીબે ટાઈગર શ્રોફનો બચાવ થયો હતો, પરંતુ તેમનો ડ્રાઇવર અને એક રાહદારી ઘાયલ થયા હતા. કાર પર 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણામાંથી કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ફાયરિંગની જવાબદારી અમેરિકાથી ઓપરેટ થતી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીત ગણાતા ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લીધી હતી, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

LATEST ARTICLES