JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પીએમ મોદી પર આપેલા નિવેદનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે ભાજપનો દેશવ્યાપી વિરોધ

Oct 26, 2026 | 14:25 | By JAMNAGAR MIRROR
પીએમ મોદી પર આપેલા નિવેદનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે ભાજપનો દેશવ્યાપી વિરોધ
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદી વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીને ખડગે માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ આ નિવેદનની સખત શબ્દોમાં ટીકા કરી છે.

રવિવારે પટનામાં એક કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી સામે કરેલી આપત્તિજનક ટિપ્પણીથી શરૂ થયેલો વિવાદ હવે દેશભરમાં આગની જેમ ફેલાઈ ગયો છે. આ નિવેદનના વિરોધમાં આજે દેશના તમામ રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, કૉંગ્રેસ અધ્યક્ષ ખડગે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી રહી છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પટનામાં એક કાર્યક્રમમાં સભાને સંબોધતી વખતે ખડગેએ એક શ્રોતાના સવાલના જવાબમાં "મોદી કા બાપ ભી જાયેગા" જેવું અપશબ્દ સમાન નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે આવતા જ ભાજપના નેતાઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. બિહારમાં ભાજપના કાર્યકર્તાઓએ મોટા પાયે માર્ચ કાઢીને ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ારો કર્યા હતા અને તેમનું પુતળું પણ દહન કર્યું હતું. આ તરફ જમ્મુમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ ખડગેના પોસ્ટરો સળગાવીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે પણ ભાજપ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ મામલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઊંડા દુઃખ અને આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના સ્વર્ગસ્થ પિતા વિશે કરવામાં આવેલી આવી ટિપ્પણીથી તેમને વ્યક્તિગત રીતે ખૂબ જ ઠੇસ પહોંચી છે. રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારની ભાષા કોઈ સામાન્ય કાર્યકર્તા કે યુવા નેતા દ્વારા નહીં, પરંતુ દેશની સૌથી જૂની કહેવાતી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વાપરવામાં આવી છે. કૉંગ્રેસ પાર્ટી પોતાની ભૂલ સ્વીકારીને પસ્તાવો કરવાના બદલે આ શરમજનક નિવેદનનો બચાવ કરવામાં પડી છે, જે જનતાની લાગણી દુભાવનારું છે.

બીજી બાજુ, યુનિયન મિનિસ્ટર પ્રહલાદ જોષીએ પણ આ મુદ્દે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીની અપરિપક્વતા વિશે તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે તેમની સંગતમાં રહીને પાર્ટીના બાકીના નેતાઓને પણ એ રોગ લાગુ પડી ગયો છે. આ વિવાદ આગામી દિવસોમાં રાજકારણને વધુ ગરમાવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

LATEST ARTICLES