JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પીએમ મોદીએ 12મા BRICS પાર્લામેન્ટરી ફોરમમાં મહેમાનોનું કર્યું સ્વાગત, ઓમ બિરલાએ શાંતિ અને સંવાદ પર ભાર મૂક્યો

Oct 26, 2026 | 14:15 | By JAMNAGAR MIRROR
પીએમ મોદીએ 12મા BRICS પાર્લામેન્ટરી ફોરમમાં મહેમાનોનું કર્યું સ્વાગત, ઓમ બિરલાએ શાંતિ અને સંવાદ પર ભાર મૂક્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12મા BRICS પાર્લામેન્ટરી ફોરમમાં સામેલ થવા આવેલા વિદેશી ડેલિગેશન્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. આ બેઠકમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ દુનિયાભરમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે યુદ્ધના બદલે વાતચીત અને ડિપ્લોમસીથી જ તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાની હિમાયત કરી છે.

નવી દિલ્હીમાં મળેલી આ વૈશ્વિક બેઠકે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના સત્તાવાર હેન્ડલથી આંતરરાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત કરતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક સહયોગ, મજબૂત લોકશાહી મૂલ્યો અને પરસ્પર ભાઈચારામાં માને છે. આ ફોરમ થકી અલગ-અલગ દેશોના સંસદીય નેતાઓને એકબીજાના વિચારો જાણવાની અને સાથે મળીને આગળ વધવાની મોટી તક મળી છે.

આ મહત્ત્વપૂર્ણ ફોરમમાં ભારતીય સંસદનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજની તારીખમાં દુનિયાના ખૂણે-ખૂણે જે પ્રકારની અશાંતિ અને યુદ્ધ જેવું વાતાવરણ છે, તેનાથી કોઈનો ભલો નથી થવાનો. તેમણે દુનિયાના તમામ દેશોને અપીલ કરી કે હથિયારોના જોરે નહીં પરંતુ ટેબલ પર બેસીને શાંતિપૂર્ણ સંવાદથી જ દરેક વિવાદનો અંત લાવવો જોઈએ.

આજના આધુનિક સમયમાં જ્યારે દુનિયા આર્થિક પડકારો અને સુરક્ષાના સવાલો સામેઝઝૂમી રહી છે, ત્યારે BRICS જેવા મંચોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ બેઠકમાં માત્ર રાજકારણ જ નહીં પરંતુ પરસ્પર વેપાર, ટેક્નોલોજી, યુવા આદાનપ્રદાન અને ગ્લોબલ ડેવલપમેન્ટ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ભારતની આગેવાનીમાં થઈ રહેલા આ આયોજનથી વૈશ્વિક સ્તરે ભારતની છબી એક મજબૂત અને શાંતિપ્રિય દેશ તરીકે વધુ ઉજળી બની રહી છે.

LATEST ARTICLES