JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે કાઉન્ટડાઉન શરૂ, ગુકેશ અને સિંદારોવ વચ્ચે જામશે ખરાબ ટક્કર

Oct 26, 2026 | 12:10 | By JAMNAGAR MIRROR
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે કાઉન્ટડાઉન શરૂ, ગુકેશ અને સિંદારોવ વચ્ચે જામશે ખરાબ ટક્કર
જીિવા ખાતે રમાનારી આ મેગા ફાઇનલને હવે મહિનો પણ બાકી નથી રહ્યો. કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં ધમાકો કરનાર સિંદારોવ સામે ગુકેશનો મુકાબલો છે. ગ્રાન્ડમાસ્ટર્સનું માનીએ તો ફોર્મ ભલે ગમે તેવું હોય, પણ 14 ગેમની આ લડાઈમાં અનુભવ અને પ્રેશર હેન્ડલિંગ જ અસલી ખેલ પાડશે.

ચેસ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ એટલે કે વર્લ્ડ ચેમ્પિયનશિપને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડના જીિવા શહેરમાં રમાનારી આ રોમાંચક મેચ પહેલાં જસ અસલી માહોલ જામી ગયો છે. ભારતનો સ્ટાર પ્લેયર ડી ગુકેશ અને ઉઝબેકિસ્તાનનો ખતરનાક પ્લેયર જવોખિર સિંદારોવ આમને-સામને આવવાના છે. સિંદારોવે સાયપ્રસ ખાતે યોજાયેલી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં જે રીતે શાનદાર રમત બતાવીને એન્ટ્રી લીધી છે, તેનાથી તેનો કોન્ફિડન્સ સાતમા આસમાને છે. બીજી તરફ, ગુકેશ ભલે હાલમાં પોતાની પીક ફોર્મમાં પાછા ફરવા માટે સંઘર્ષ કરતો દેખાઈ રહ્યો હોય, પણ તેની તૈયારીઓ અને ગંભીરતામાં કોઈ જ કમી નથી.

દુનિયાભરના દિગ્ગજ ગ્રાન્ડમાસ્ટર્સનું એવું માનવું છે કે રેગ્યુલર ઓપન ટૂર્નામેન્ટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની મેચ-પ્લે ફોર્મેટમાં જમીન-આસમાનનો ફરક હોય છે. અહીં માત્ર એક કે બે ગેમની વાત નથી, પણ લાંબી ખેંચાણવાળી 14 ગેમની લડાઈ છે. આવામાં ઓપનિંગ પ્રિપેરેશન, મેન્ટલ ટફનેસ અને લાંબા પ્રેશર વચ્ચે નર્વ્સ કંટ્રોલ રાખવાની ક્ષમતા જ વિજેતા નક્કી કરશે. સિંદારોવની અત્યારની મોમેન્ટમ શાનદાર છે, પણ ચેસના બોર્ડ પર ગુકેશની કાઉન્ટર-ગેમ અને ડીપ થિંકિંગ કોઈને પણ ચોંકાવી શકે છે.

આ મહામુકાબલા પહેલાં ચેસના જાણકારો પણ બે ભાગમાં વહેંચાયેલા છે. એક તરફ જ્યાં સિંદારોવની આક્રમક રમતની ચર્ચા છે, તો બીજી તરફ ગુકેશના અનુભવ અને વર્લ્ડ ચેમ્પિયન લેવલના પ્રેશર હેન્ડલિંગ પર ભરોસો મુકાઈ રહ્યો છે. સમય ઓછો છે અને ઉત્સાહ ચરમસીમા પર છે, ત્યારે બુદ્ધિના આ અસલી જંગમાં કોણ બાજી મારી જાય છે તે જોવું ખરેખર રસપ્રદ બનશે. આ અંગે તમારી શુંરાય છે, તે કમેન્ટ્સમાં ચોક્કસ જણાવો.

LATEST ARTICLES