આપણે સવારના નાસ્તામાં કે ટોસ્ટમાં જે બ્રેડ ખાઈએ છીએ, તેમાં હેલ્ધી હોવાના દાવા કેટલા સાચા હોય છે તેનો પર્દાફાશ થયો છે. જાણીતી ફૂડ કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ વધી ગઈ છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા બ્રિટાનિયા કંપનીને તેની ‘100% હોલ વ્હીટ બ્રેડ’ (100% Whole Wheat Bread) વાળી જાહેરાતો તુરંત બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કંપની મોટા ઉપાડે એવો દાવો કરતી હતી કે તેની આ બ્રેડ માત્ર અને માત્ર શુદ્ધ ઘઉંમાંથી બનેલી છે અને તેમાં મેદો બિલકુલ નથી, પરંતુ હકીકત કંઈક અલગ જ નીકળી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે બ્રેડની બનાવટમાં અટ્ટા (આખું અનાજ કે લોટ) માત્ર 62 ટકા આસપાસ જ વપરાતો હતો, જ્યારે બાકીના ભાગમાં અન્ય સામગ્રીઓ સામેલ હતી. કંપનીએ પોતાના બચાવમાં ઘણા તર્કો આપ્યા હતા પરંતુ ઓથોરિટીએ કંપનીની દલીલો ફગાવી દીધી હતી. ગ્રાહકો સાથે આ પ્રકારે અધૂરી કે ભ્રામક માહિતી શેર કરીને ખોટા દાવા કરવા બદલ આ કડક પગલું લેવામાં આવ્યું છે.
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી બાબતોને લઈને ઓથોરિટી એકદમ સોર્ટી છે. બ્રિટાનિયાને માત્ર જાહેરાતો જ બંધ નથી કરવાની, પરંતુ સાથે જ મોટો દંડ પણ ભરવો પડશે અને આગામી 15 દિવસની અંદર આ મામલે કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ જમા કરાવવો પડશે. બજારમાં હેલ્ધી ફૂડના નામે ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે તેનો આસપાસના લોકોમાં પણ ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે.
