JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રમ્પે મિશિગન સેનેટ કેન્ડિડેટ અબ્દુલ અલ-સૈયદને કહ્યા જિહાદી, દેશ પ્રત્યેની વફાદારી સામે ઉઠાવ્યા સવાલ

Oct 26, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
ટ્રમ્પે મિશિગન સેનેટ કેન્ડિડેટ અબ્દુલ અલ-સૈયદને કહ્યા જિહાદી, દેશ પ્રત્યેની વફાદારી સામે ઉઠાવ્યા સવાલ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગનની સેનેટ બેઠક પર લડી રહેલા અબ્દુલ અલ-સૈયદ સામે આક્રમક નિવેદનબાજી કરી છે. ટ્રમ્પે તેમને આતંકવાદીઓના સમર્થક ગણાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યારે ખુદ ટ્રમ્પના સમર્થક રહેલા એક અરેબ અમેરિકન નેતાએ જ આ નિવેદનને જાતિવાદી ગણાવીને સખત વિરોધ નોંધાવ્યો છે.

કેનેડાની બોર્ડર નજીક આવેલા પોર્ટ હ્યુરોન શહેરમાં એક રેલી દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગન સેનેટ કેન્ડિડેટ અબ્દુલ અલ-સૈયદ સામે મુસ્લિમ વિરોધી નિવેદનોનો મારો ચલાવ્યો હતો. ટ્રમ્પે ડેટ્રોઇટના પૂર્વ હેલ્થ ઓફિશિયલ એવા અબ્દુલ અલ-સૈયદને 'જિહાદી' ગણાવ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે તેઓ આતંકવાદીઓની સાઈડમાં છે. એટલું જ નહીં, ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે સેનેટમાં પ્રવેશતા પહેલા તેમણે મેટલ ડિટેક્ટરથી પસાર થવું પડશે. ટ્રમ્પે આ નિવેદન આપતી વખતે 2001ના સપ્ટેમ્બર 11 ના ટેરર અટેકનો ઉલ્લેખ કરીને વિવાદ વધુ વધાર્યો હતો. જો અબ્દુલ અલ-સૈયદ ચૂંટાઈને આવશે તો તેઓ દેશના પહેલા મુસ્લિમ સેનેટર બનશે.

બીજી બાજુ, મોંઘવારી, ફ્યુઅલના વધતા ભાવ અને ઈરાન યુદ્ધ જેવા મુદ્દાઓ પર રિપબ્લિકન પાર્ટી ઘેરાયેલી છે ત્યારે ટ્રમ્પ ડેમોક્રેટ્ઝ ઉમેદવારોને અમેરિકા માટે મોટો ખતરો ગણાવીને વોટરોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિશિગનની સેનેટ રેસમાં અબ્દુલ અલ-સૈયદ અને રિપબ્લિકન માઈજ રોઝર્સ વચ્ચે જબરદસ્ત જંગ છે, જે સેનેટ પર કબ્જો જમાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટ્રમ્પે મિશિગનમાં અગાઉ અરેબ અમેરિકન વોટરોમાં સારી પકડ બનાવી હતી, પરંતુ તાજેતરના આવા નિવેદનોથી રાજકારણ ગરમાયું છે.

ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદનો સામે ખુદ ટ્રમ્પના સમર્થક રહેલા અરેબ અમેરિકન્સ ફોર ટ્રમ્પના ફાઉન્ડર બેશારા બહબાએ પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફોન પર વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે પ્રમુખના આ નિવેદનો લાઈન ક્રોસ કરી રહ્યા છે અને તે સંપૂર્ણપણે જાતિવાદી છે. આ સિવાય ટ્રમ્પે મિશિગનની રેલીમાં મિનેસોટાના ડેમોક્રેટિક સાંસદ ઇલ્હાન ઓમર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, અબ્દુલ અલ-સૈયદના પ્રવક્તા કોલ વોઝનિયાકે વળતો પ્રહાર કરતા કહ્યું કે વિરોધીઓ ભલે ગમે તેટલા જૂઠાણા અને ખરાબ ઈરાદાવાળા હુમલા કરે, પરંતુ અબ્દુલ મોંઘવારી ઘટાડવા અને વોશિંગ્ટનમાં ભ્રષ્ટાચાર સામે લડવા પર જ પોતાનું પૂરું ધ્યાન આપી રહ્યા છે.

LATEST ARTICLES