JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

વોટર લિસ્ટની ચકાસણી કઈ ટેકનોલોજીથી થાય છે? ઇલેક્શન કમિશને સોફ્ટવેરની વિગતો આપવાનો કર્યો ઇનકાર

Oct 26, 2026 | 08:35 | By JAMNAGAR MIRROR
વોટર લિસ્ટની ચકાસણી કઈ ટેકનોલોજીથી થાય છે? ઇલેક્શન કમિશને સોફ્ટવેરની વિગતો આપવાનો કર્યો ઇનકાર
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન વોટર લિસ્ટમાંથી ભૂલો શોધવા માટે કયા સોફ્ટવેર કે અલ્ગોરિધમનો ઉપયોગ થયો છે તે અંગે ઇલેક્શન કમિશને માહિતી આપવાની સાફ ના પાડી દીધી છે. કમિશને આરટીઆઈના જવાબમાં ટ્રેડ સીક્રેટ અને કોમર્શિયલ કોન્ફિડન્સનો હવાલો આપીને કહ્યું છે કે આ બાબતો જાહેર કરી શકાય નહીં.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા દરમિયાન વોટર લિસ્ટમાં રહેલી ક્ષતિઓ અને ભૂલોને પકડવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ મોટો સવાલ હવે ચર્ચામાં આવ્યો છે. એક આરટીઆઈ એપ્લિકેશનના જવાબમાં ઇલેક્શન કમિશને આ મામલે ચોખ્ખું કહી દીધું છે કે તેઓ સોફ્ટવેર અને અલ્ગોરિધમની વિગતો શેર નહીં કરે. કમિશનના જણાવ્યા મુજબ આ માહિતી બિઝનેસના ગુપ્ત એટલે કે ટ્રેડ સીક્રેટ, કોમર્શિયલ કોન્ફિડન્સ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના અહેતરમાં આવે છે, તેથી તે જાહેર કરી શકાય નહીં.

આરટીઆઈના જવાબમાં ઇલેક્શન કમિશને એમ પણ સ્પષ્ટ કર્યું છે કે વોટર લિસ્ટની આ ખાસ ચકાસણી માટે કોઈ નવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું નથી કે ન તો બહારથી નવું ખરીદવામાં આવ્યું છે. કમિશનનું એમ કહેવું છે કે વોટર લિસ્ટમાં નામ ઉમેરવા કે કમી (ડિલીટ) કરવાનો આખરી નિર્ણય તો ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ જ કરતા હોય છે, જે સંપૂર્ણપણે હકીકતો અને ઉપલબ્ધ રેકોર્ડના આધારે લેવાય છે. સોફ્ટવેર માત્ર ટેકનિકલ સહાય માટે હોય છે, પરંતુ સત્તાવાર ફેંસલો તો માનવીય સ્તરે જ થાય છે.

આ મુદ્દો સામે આવ્યા બાદ ટેકનોલોજી અને પારદર્શિતાના વિષય પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે લોકશાહીના સૌથી મોટા પર્વ એવા ચૂંટણી તંત્રમાં ઉપયોગમાં લેવાતા ડિજિટલ ટૂલ્સની વિગતો સામાન્ય જનતા કે પબ્લિક પ્લેટફોર્મ પર કેમ ગુપ્ત રાખવામાં આવે છે. જોકે, ચૂંટણી પંચે આરટીઆઈ કાયદામાં મળેલી છૂટછાટોનો આધાર લઈને આ વિગતો શેર કરવા સામે સ્પષ્ટ રોક લગાવી દીધી છે, જેનાથી આ મામલો હવે સોશિયલ મીડિયા અને એજ્યુકેટેડ વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

LATEST ARTICLES