JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

દિલ્હી જવાના છો? સાવધાન! નોઈડા-ગુરુગ્રામથી આવતા જૂના વાહનોની એન્ટ્રી પર લાગશે પ્રતિબંધ

Oct 26, 2026 | 07:30 | By JAMNAGAR MIRROR
દિલ્હી જવાના છો? સાવધાન! નોઈડા-ગુરુગ્રામથી આવતા જૂના વાહનોની એન્ટ્રી પર લાગશે પ્રતિબંધ
દિલ્હીમાં વધી રહેલા પોલ્યુશનને કાબૂમાં કરવા માટે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ૧ નવેમ્બરથી બહારના રાજ્યોમાંથી આવતા અને BS-VI નોર્મ્સ વગરના ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેના કારણે નોકરી કે ધંધા માટે દિલ્હી અપડાઉન કરતા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નોઈડા, ગુરુગ્રામ કે ગાઝિયાબાદથી રોજ દિલ્હી અપડાઉન કરતા લાખો વાહનચાલકો માટે હવે રસ્તો મુશ્કેલ બનવાનો છે. વાત જાણે એમ છે કે દિલ્હી સરકારે શિયાળાની સિઝનમાં ફેલાતા પોલ્યુશનને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ૧ નવેમ્બરથી દિલ્હીમાં બહારના રજિસ્ટ્રેશનવાળા એવા પેટ્રોલ અને ડીઝલ વાહનોની એન્ટ્રી બ્લોક કરી દેવામાં આવશે જે BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્સનું પાલન નથી કરતા. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંદાજ પ્રમાણે આ નિયમ સીધો જ 10 લાખથી વધુ વાહનો પર અસર કરશે. આ કડક નિયમ આજ-કાલ પૂરતો નહીં પણ પૂરા સમય માટે એટલે કે 31 જાન્યુઆરી 2027 સુધી લાગુ રહેવાનો છે.

આ નવા નિયમની સૌથી મોટી અસર ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઈડા અને ગાઝિયાબાદ જેવા પડોશી વિસ્તારોના લોકોને પડશે. આંકડાઓની વાત કરીએ તો માત્ર ગુરુગ્રામ અને ફરીદાબાદમાં જ અંદાજે 2 લાખ ગાડીઓ એવી છે જે BS-VI નોર્મ્સમાં નથી બેસતી. આમાંથી લગભગ 70 ટકા ગાડીઓ BS-III અને BS-IV કેટેગરીની છે. આટલું જ નહીં, આ બંને હરિયાણાના જિલ્લાઓમાં આ સ્ટાન્ડર્ડથી નીચેની અંદાજે 50,000 જેટલી કમર્શિયલ ગાડીઓ પણ દોડી રહી છે. ઉત્તર પ્રદેશ તરફના વિસ્તારોની સ્થિતિ તો આનાથી પણ વધુ ચિંતાજનક છે, જ્યાં નોઈડા અને ગ્રેટર નોઈડામાં જ BS-VI વગરના વાહનોનો આંકડો 4 લાખને પાર થઈ ગયો છે, જેમાં મોટાભાગની પેટ્રોલ કારો સામેલ છે. ગાઝિયાબાદમાં પણ આટલી જ એટલે કે અંદાજે 4 લાખ જેટલી જૂની ગાડીઓ રસ્તા પર દોડે છે.

રોજ સવારે નોકરી કે બિઝનેસ માટે દિલ્હીની બોર્ડર ક્રોસ કરીને જતા લોકો માટે આ સમાચાર ટેન્શન વધારનારા છે. જો કે, રાહતના સમાચાર એ છે કે બધા જ વાહનો પર પ્રતિબંધ નથી. જો તમારી ગાડી સીએનજી અથવા ઇલેક્ટ્રિક છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલા વાહનોને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. વળી, દિલ્હી બહાર રજિસ્ટ્રેટ થયેલી ગાડી જો BS-VI નોર્મ્સવાળી હશે, તો તેને પણ દિલ્હીમાં એન્ટ્રી મળી જશે. તેથી જો તમારી ગાડી જૂની છે, તો 1 નવેમ્બર પહેલા દિલ્હી જતી વખતે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો.

LATEST ARTICLES