JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

બ્રાઝિલમાં લુલાની કમાલ, ટ્રમ્પના કઠોર ટીકાકાર લુલા દા સિલ્વા ચોથી વખત બન્યા પ્રેસિડેન્ટ

Oct 26, 2026 | 07:30 | By JAMNAGAR MIRROR
બ્રાઝિલમાં લુલાની કમાલ, ટ્રમ્પના કઠોર ટીકાકાર લુલા દા સિલ્વા ચોથી વખત બન્યા પ્રેસિડેન્ટ
બ્રાઝિલના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. લેટિન અમેરિકાના દિગ્ગજ નેતા અને ટ્રમ્પના કટ્ટર ટીકાકાર લુલા દા સિલ્વાએ શાનદાર વાપસી કરીને ચોથી વખત પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણી જીતી લીધી છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ તેમણે હરીફ ફ્લેવિયો બોલસોનારોને હરાવ્યા છે.

બ્રાઝિલના રાજકારણમાં આ વખતે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. લેટિન અમેરિકાની ડાબેરી રાજનીતિના સૌથી મોટા ચહેરા અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કઠોર ટીકાકાર ગણાતા લુલા દા સિલ્વાએ ફરી એકવાર સત્તાની બાજી પલટી નાખી છે. ફર્સ્ટ રાઉન્ડમાં પાછળ રહ્યા બાદ લુલાએ શાનદાર કમબેક કરીને જમણેરી સેનેટર ફ્લેવિયો બોલસોનારોને હરાવ્યા છે. ફ્લેવિયો એ જ પૂર્વ પ્રેસિડેન્ટ જૈઈર બોલસોનારો છે, જેમણે લુલાને પહેલા રાઉન્ડમાં પાછળ છોડી દીધા હતા. સુપીરિયર ઇલેક્ટોરલ કોર્ટના જણાવ્યા મુજબ લુલાને 51.8 ટકા વોટ મળ્યા હતા, જ્યારે બોલસોનારો સામે 48.2 ટકા વોટ જ પડ્યા હતા. આ ભવ્ય જીત સાથે લુલાએ લેટિન અમેરિકાના આ સૌથી મોટા દેશમાં ચોથી વખત સત્તાની કમાન સંભાળી છે.

ચૂંટણીના આ પરિણામોથી અમેરિકાની વધતી જતી દખલથી પરેશાન વિરોધીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે લેટિન અમેરિકાના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો મેક્સિકો અને બ્રાઝિલમાં ડાબેરી વિચારધારા વાળા નેતાઓનું શાસન છે. લુલાની કેમ્પેઈન ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડિયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ ઇલેક્ટોરલ કોર્ટ દ્વારા જીતની પુષ્ટિ થતાં જ ફર્સ્ટ લેડી રોસાંગેલા દા સિલ્વા અને પોતાના સાથીદારો સાથે જશ્ન મનાવતા નજરે પડે છે. લુલાએ લાલ રંગના સ્ટાર શેપના ચશ્મા પહેરીને પોતાની વાઈફને કિસ કરી હતી. આ જીતના સમાચાર મળતા જ સાઓ પાઉલોના મુખ્ય રસ્તાઓ પર સેંકડો સપોર્ટર ભેગા થઈ ગયા હતા અને ફટાકડા ફોડીને તથા નારા લગાવીને ખુશી ઉજવી હતી.

આગામી મંગળવારે 81 વર્ષના થવા જઈ રહેલા લુલા માટે આ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન હતી. મોંઘવારી અને ભ્રષ્ટાચારના સ્કેન્ડલના કારણે જનતા તેમની અને તેમની વર્કર્સ પાર્ટીથી નારાજ ચાલી રહી હતી. બદલાતા સમય સાથે ગ્રોઇંગ ઇકોનોમી અને ઇન્ફોર્મલ વર્કર્સ સામે લુલા થોડા આઉટડેટેડ દેખાઈ રહ્યા હતા. પરંતુ ગરીબ પરિવારમાં જન્મેલા અને ક્યારેક ઇલિટરેટ ફાર્મર્સના ઘરમાં ઉછરેલા લુલા માટે આ પ્રકારનું કમબેક કોઈ નવી વાત નથી. બ્રાઝિલમાં 1980ના દાયકામાં લોકશાહી પાછી આવ્યા પછી પહેલા રાઉન્ડમાં બીજા નંબરે રહ્યા બાદ ફાઇનલ જીતનારા તેઓ પહેલા કેન્ડિડેટ બની ગયા છે.

લુલા આ પહેલા 2003થી 2011 સુધી પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા અને 2018થી 2019 દરમિયાન તેમને જેલ પણ જવું પડ્યું હતું. જો કે પાછળથી કોર્ટે આ તમામ આરોપો રદ કરી દીધા હતા, જેના કારણે તેમના માટે 2022ની ચૂંટણી જીતવાનો રસ્તો સાફ થયો હતો. પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન તેમણે મોંઘવારી અને બેરોજગારી ઘટાડવામાં સફળતા મેળવી હતી અને લાખો લોકોને ભૂખમરામાંથી બહાર કાઢ્યા હતા. જો કે જનતા હજુ પણ મોંઘવારી અને સુરક્ષાને લઈને ચિંતિત છે. શરતમાં પહેલો રાઉન્ડ હાર્યા બાદ ડાબેરીઓએ જોરદાર રેલીઓ કાઢીને બોલસોનારોના કોવિડ કાળના વહીવટ અને એમેઝોન રેઈન ફોરેસ્ટને થયેલા નુકસાનની યાદ અપાવીને જનતાને પોતાની તરફ આકર્ષિત કરી લીધી હતી અને અંતે બાજી મારી લીધી.

LATEST ARTICLES