JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર ગુલામ નબી આઝાદનો પલટવાર, પાકિસ્તાનને ગણાવ્યું દુશ્મન

Oct 26, 2026 | 07:30 | By JAMNAGAR MIRROR
ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર ગુલામ નબી આઝાદનો પલટવાર, પાકિસ્તાનને ગણાવ્યું દુશ્મન
નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાના પાકિસ્તાન અંગેના નિવેદનને દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે ખોટું ગણાવ્યું છે. આઝાદે સ્પષ્ટ કહ્યું છે કે ભારત અને કાશ્મીરના લોકોનો જો કોઈ અસલી દુશ્મન હોય તો તે પાકિસ્તાન જ છે. બીજી તરફ શિયા નેતા ઇમરાન અન્સારીએ પણ આ મામલે અબ્દુલ્લા પર આકરા પ્રહારો કર્યા છે.

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ફરી એકવાર નિવેદનબાજીનો દોર શરૂ થઈ ગયો છે. નેશનલ કોન્ફરન્સના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના એક નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે. ફારૂક અબ્દુલ્લાએ બડગામ જિલ્લામાં એક પાર્ટી ઇવેન્ટ દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દો ઉઠાવવાથી આ પ્રદેશ સુરક્ષિત રહ્યો છે. તેમના આ દાવા બાદ દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને હવે અનુભવી નેતા ગુલામ નબી આઝાદે પણ આ મુદ્દે ખુલ્લીને પ્રતિક્રિયા આપી છે.

પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફારૂક અબ્દુલ્લાના આ દાવાને સ્પષ્ટપણે ખોટો ગણાવ્યો છે. આઝાદે લખ્યું કે હું ફારૂક સાબનું સન્માન કરું છું, પરંતુ તેમનું આ નિવેદન બિલકુલ ખોટું છે. જો ભારત અને જમ્મુ-કાશ્મીરના લોકોનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય, તો તે પાકિસ્તાન છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની સ્થિતિ ટાંકીને આઝાદે કહ્યું કે ત્યાંના લોકો આજે પોતાના હકો માટે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે 1947થી લઈને અત્યાર સુધી નેહરુથી લઈને મોદી સરકાર સુધીની તમામ કેન્દ્ર સરકારોએ રાજકીય પક્ષોથી ઉપર ઉઠીને જમ્મુ-કાશ્મીરના વિકાસમાં યોગદાન આપ્યું છે.

આ વિવાદમાં શિયા નેતા અને પૂર્વ મંત્રી ઇમરાન અન્સારી પણ કૂદી પડ્યા છે. તેમણે કાશ્મીરની જનતાને અપીલ કરી છે કે કોઈએ પણ ફારૂક અબ્દુલ્લાનું અનુકરણ કરવું જોઈએ નહીં. ઇમરાન અન્સારીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે કાશ્મીરી ભાઈઓને મારી વિનંતી છે કે ફારૂક સાબની નકલ ન કરતા. તેઓ અને તેમના જેવા કેટલાક चुनिंदा લોકો ગમે તે બોલવા માટે સ્વતંત્ર છે. નેશનલ કોન્ફરન્સની આગેવાની પર સવાલ ઉઠાવતા અન્સારીએ તેમને ભાડે રાખેલા બળવાખોરો ગણાવ્યા અને કહ્યું કે જો કોઈ સામાન્ય કાશ્મીરી નાગરિક આવું બોલે તો સરકાર તેને સેકન્ડોમાં પીએસએ કે યુએપીએ હેઠળ અંદર કરી દેશે.

LATEST ARTICLES