આગામી અઠવાડિયે દલાલ સ્ટ્રીટ પર ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જેના કારણે રોકાણકારોએ થોડું સંભાળીને આગળ વધવું પડશે. બજારની આ શ્વાસ રોકી દે તેવી ચાલ વચ્ચે જો તમે પણ તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માંગતા હોવ, તો અગાઉથી જ ગણતરી પક્કી રાખવી બુદ્ધિપૂર્વકનું પગલું ગણાશે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલાં જો આંકડાઓનો સાચો હિસાબ મળી જાય, તો ટેન્શન ઘણું ઓછી થઈ જાય છે. આજની ફાસ્ટ લાઇફમાં સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ટેકનોલોજી આપણી મદદે આવે છે અને વિવિધ કેલ્ક્યુલેટર આપણું કામ એકદમ સરળ કરી દે છે.
બજારની અનિશ્ચિતતા વચ્ચે જો તમે કોઈ નવી લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો તેના મંથલી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે EMIનો ચોક્કસ અંદાજ મેળવી લેવો જોઈએ, જેથી બજેટ પર કોઈ આફત ન આવે. આજના સમયમાં સ્માર્ટ રોકાણકારો માત્ર દેવું કરવાના બદલે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. એક મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર તમને એ સમજવામાં મદદ કરે છે કે તમે જે રોકાણ કરી રહ્યા છો, તેનું ભવિષ્યમાં કેટલું મૂલ્ય બની શકે છે અને લાંબા ગાળે તમને કેટલું કમાઈને આપી શકે છે.
આ ઉપરાંત, મધ્યમ વર્ગના લોકો માટે સૌથી ભરોસાપાત્ર ગણાતી સ્કીમો જેવી કે પીપીએફ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં મેચ્યોરિટી પર કેટલી રકમ હાથમાં આવશે અને કેટલું વ્યાજ મળશે, તેનો હિસાબ પણ અગાઉથી જ લગાવી શકાય છે. નિવૃત્તિ પછીના દિવસો આરામથી વિતાવી શકાય તે માટે NPS હેઠળ જમા થનારી રકમ અને પેન્શનનો અંદાજ મેળવવો પણ એટલો જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો, શેરબજાર ગમે તેટલું વોલેટાઈલ રહે, પરંતુ જો તમારું પર્સનલ ફાઈનાન્સિયલ પ્લાનિંગ પરફેક્ટ હશે, તો ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં પડે.
