JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

શક્તિધામ અંબાજીમાં શરદપૂનમ ટાણે ભક્તોનું ઘોડાપૂર, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

Oct 26, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
શક્તિધામ અંબાજીમાં શરદપૂનમ ટાણે ભક્તોનું ઘોડાપૂર, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
શ્રાદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તિથિ ક્ષયના કારણે આ વર્ષે બે દિવસ શરદપૂનમની ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાનો લાભ લઈને લાખો માઈભક્તો અંબાજી પહોંચ્યા છે અને સોમવારે રાત્રે 12 વાગ્યે દૂધ પૌંઆની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

મા અંબાના ધામ અંબાજીમાં અત્યારે ભક્તિનો માહોલ જોયા જ છૂટે! રવિવારની રજાનો દિવસ હોવાથી અને શરદપૂનમનો પવિત્ર અવસર નજીક હોવાથી વહેલી સવારથી જ શક્તિધામમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સ્થિતિ એવી હતી કે આખું મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું અને ચારે બાજુ માત્ર જય જય અંબેના જ નાદ સંભળાતા હતા. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના પરિવારની સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરમાં દર્શન માટે લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી, છતાં ભક્તોના ઉત્સાહમાં જરાય ઓટ આવી નહોતી.

આ વર્ષે તિથિનો ક્ષય હોવાને કારણે શરદપૂનમની ઉજવણી બે દિવસ થઈ રહી છે. રવિવારે રજાનો દિવસ હોવાથી અંબાજી આવતા ભક્તોની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે રહી હતી. માત્ર મંદિર જ નહીં, પરંતુ અંબાજી નગરના બજારોમાં પણ જાણે કોઈ મોટો મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. બજારોમાં ખરીદી કરવા માટે અને પ્રસાદ લેવા માટે ભક્તોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. દુકાનદારો અને વેપારીઓ પણ ભક્તોની આ ભીડને કારણે ખૂબ જ ખુશ નજરે પડી રહ્યા છે.

અસરકારક ધાર્મિક આયોજનની વાત કરીએ તો, સોમવારે શરદપૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવશે અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને સોમવારે રાત્રે 12 વાગ્યે શરદપૂનમના પાવન અવસરે દૂધ પૌંઆનો વિશેષ પ્રસંગ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક વિધિનું હિન્દુ ધર્મમાં ખૂબ મોટું મહાત્મય છે, જેને કારણે સોમવારે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે તેવી પૂરી શક્યતા છે. રાત્રિના સમયે યોજાનાર આ વિશેષ આરતી અને દૂધ પૌંઆના પ્રસાદનો લ્હાવો લેવા માટે અત્યારથી જ માઈભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES