JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેનેડામાં અનોખો ચમત્કાર: ૧૯મી સદીનું ઐતિહાસિક મકાન માત્ર 2 ડૉલરમાં વેચાયું, પછી પાણી પર થઈ ગયું શિફ્ટ

Oct 25, 2026 | 20:25 | By JAMNAGAR MIRROR
કેનેડામાં અનોખો ચમત્કાર: ૧૯મી સદીનું ઐતિહાસિક મકાન માત્ર 2 ડૉલરમાં વેચાયું, પછી પાણી પર થઈ ગયું શિફ્ટ
કેનેડામાં ઇતિહાસને જીવંત રાખવા માટે એક અનોખો કિમસો કરવામાં આવ્યો છે. અહીં વર્ષ 1834માં બનેલા એક પૌરાણિક લાબાટે હાઉસને માત્ર 2 ડૉલરમાં વેચીને જોર્જિયન બેના પાણીના રસ્તે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું છે. આ અંદાજે 75,000 પાઉન્ડ વજન ધરાવતા મકાનને હવે મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ આદિવાસી અને મેટિસ સંસ્કૃતિનો ઇતિહાસ જાણી શકશે.

સાંભળીને નવાઈ લાગશે પણ આ દુનિયામાં એવા પણ શોખીનો બેઠા છે જેઓ ઇતિહાસને બચાવવા ગમે તે કરી છૂટે છે. કેનેડામાંથી એક એવા જ સમાચાર સામે આવ્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં બનેલું આશરે 190 વર્ષ જૂનું લાબાટે હાઉસ, જે એક ઐતિહાસિક મેટિસ રેસિડેન્સ છે, તેને માત્ર 2 ડૉલર જેવી નજીવી કિંમતમાં વેચી દેવામાં આવ્યું છે. આ મકાનની ખાસિયત એ છે કે તે વર્ષ 1834નું છે અને તે સમયની કલા અને સંસ્કૃતિની અનોખી ઝાંખી કરાવે છે. આ ઇમારતને ભવિષ્યની પેઢી માટે સાચવી રાખવા માટે તેને તેની જૂની જગ્યાએથી હટાવીને બામ બીચ તરફ લઈ જવામાં આવી છે.

આ કોઈ સામાન્ય મકાન નથી, કારણ કે તેનું વજન અંદાજે 75,000 પાઉન્ડ જેટલું ભારેખમ છે. આટલા મોટા અને વજનદાર મકાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ કોઈ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. આ માટે એન્જિનિયરો અને નિષ્ણાતોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોર્જિયન બેના પાણીના રસ્તે આ મકાનને અત્યંત સાવચેતીપૂર્વક શીફ્ટ કરવામાં આવ્યું છે, જેથી તેના એક પણ પથ્થર કે લાકડાને નુકસાન ન થાય. આ અદ્ભુત નજારો જોવા માટે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આ ઐતિહાસિક ક્ષણને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી.

આ મકાનને અહીં લાવવા પાછળનો મુખ્ય હેતુ તેને એક શાનદાર મ્યુઝિયમમાં ફેરવવાનો છે. આ મ્યુઝિયમ ખાસ કરીને આદિવાસી અને મેટિસ સમુદાયના ઇતિહાસ અને તેમની ગાથાઓને સમર્પિત હશે. આ મકાનની મરામત અને રિસ્ટોરેશનનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. તંત્રના જણાવ્યા અનુસાર, વર્ષ 2027ના વસંત સુધીમાં આ મકાન માટે મજબૂત કોંક્રીટ ફાઉન્ડેશન તૈયાર થઈ જશે, ત્યારબાદ તે સંપૂર્ણપણે સામાન્ય જનતા અને ઇતિહાસ પ્રેમીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. સામાન્ય માણસ માટે બે ડૉલરમાં ઇતિહાસ ખરીદીને તેને જીવંત રાખવાનો આ કિસ્સો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.

LATEST ARTICLES