JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

ગોવિંદાએ સુનિતા આહુજા સાથેના છૂટાછેડાની અવાવાઓ પર તોડ્યું મૌન, કહ્યું આપણે હિન્દુ છીએ અને આપણા ત્યાં તલાક નથી

Oct 25, 2026 | 21:25 | By JAMNAGAR MIRROR
ગોવિંદાએ સુનિતા આહુજા સાથેના છૂટાછેડાની અવાવાઓ પર તોડ્યું મૌન, કહ્યું આપણે હિન્દુ છીએ અને આપણા ત્યાં તલાક નથી
બોલિવૂડ સ્ટાર ગોવિંદાનું નામ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યા બાદ હવે પત્ની સુનિતા આહુજા સાથેના સંબંધો પર ખુલાસો સામે આવ્યો છે. સુનિતા દ્વારા કોર્ટમાંથી ડિવોર્સની અરજી પાછી ખેંચવા પર ગોવિંદાએ કહ્યું કે આપણે હિન્દુ છીએ અને આપણા ત્યાં આ બધું ન ચાલે.

બોલિવૂડના જાણીતા એક્ટર અને હીરો નંબર 1 તરીકે ફેમસ ગોવિંદા લાંબા સમયથી પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જિંદગીના કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. ગોવિંદા અને સુનિતા આહુજાની જોડી હંમેશાં મીડિયા અને ફૅન્સની નજરોમાં રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં ખટાશ આવ્યાની વાતો પણ અવારનવાર સામે આવતી રહે છે. વળી, બીજી તરફ ગોવિંદાનું નામ તેમની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે પણ જોડાઈ રહ્યું છે, જેના કારણે આખો મામલો ગરમાયો છે. આ બધી ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ગોવિંદાએ આગળ આવીને પોતાના અંગત સંબંધો અને ડિવોર્સની અફવાઓ પર લાંબી ચુપ્પી તોડી દીધી છે અને દિલ ખોલીને વાત કરી છે.

થોડા સમય પહેલાં જ એવી ખબરો આવી હતી કે સુનિતા આહુજાએ કોર્ટમાં જઈને છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને પછી તેને પાછી પણ ખેંચી લીધી હતી. આ બાબતે જ્યારે ગોવિંદાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે એકદમ બેબાક થઈને જવાબ આપ્યો કે સુનિતા જે કંઈ પણ કરી રહી છે તે પોતાના બાળકો માટે જ કરી રહી છે. એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ સુનિતા આહુજાને પોતાનો પહેલો પ્રેમ ગણાવ્યા હતા અને કોમલ રાણી સ્વર્ણકાર સાથેના અફેયરની અફવાઓ પર કહ્યું કે બદનામી હંમેશાં મારા નામનો હિસ્સો રહી છે. તેમણે હસતાં હસતાં એમ પણ કહ્યું કે સુનિતા આહુજાની આંખો પર તો જાણે પ્રેમનો પડદો પડેલો છે અને તેઓ ખૂબ જ ભાગ્યવાન તથા પોતાના ઘર માટે લક્ષ્મી સમાન છે.

જ્યારે ગોવિંદાને એવો સવાલ પૂછવામાં આવ્યો કે શું સુનિતાએ કોર્ટમાંથી ડિવોર્સની અરજી કોઈ ધમકીથી પાછી ખેંચી કે પછી પ્રેમથી? તો તેના પર એક્ટરે બહુ જ મોટું નિવેદન આપતા કહ્યું કે ના ના, એવું કંઈ નથી. આપણે બધા હિન્દુ માણસ છીએ અને આપણા સંસ્કારમાં કે આપણા સમાજમાં છૂટાછેડા જેવો શબ્દ જ નથી હોતો. તેમણે ઉમેર્યું કે લગ્નજીવનની તમામ વ્યવસ્થાઓ આપણા ધર્મ અને સંસ્કૃતિમાં પહેલેથી જ નક્કી હોય છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતા આહુજાએ વર્ષ 1987માં લગ્ન કર્યા હતા અને તેમના આ લગ્ન લાંબા સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બિલકુલ છૂપા રાખવામાં આવ્યા હતા.

LATEST ARTICLES