જામનગર મિરર વિશેષ અહેવાલ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલા એક મોટા વિકાસક્રમમાં, ઈરાને પાકિસ્તાનના માધ્યમથી અમેરિકાને કોઈ પણ પ્રકારનો હોરમુઝ સમજૂતી પ્રસ્તાવ મોકલવાના દાખવાને સદંતર ફગાવી દીધા છે. તેહરાન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પશ્ચિમ એશિયાની ભૂ-રાજકીય સ્થિતિ વચ્ચે પ્રસારિત થઈ રહેલા આ અહેવાલોમાં કોઈ તથ્ય નથી અને આ માત્ર એક ખોટી બનાવટ છે.
આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે પાકિસ્તાન સરકારના કુટનીતિક માધ્યમો દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે હોરમુઝની ખાડી બાબતે કોઈ સમજૂતી સાધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ દરિયાઈ માર્ગે વ્યાપાર અને સુરક્ષા બાબતે કેટલાક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે, ઈરાનના અધિકૃત સૂત્રોએ આ તમામ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને તેને માત્ર દુષ્પ્રચાર ગણાવ્યો છે.
વૈશ્વિક સ્તરે તેલ પુરવઠા અને દરિયાઈ વ્યાપાર માટે અત્યંત સંવેદનશીલ ગણાતી હોરમુઝની ખાડી હંમેશા મહાસત્તાઓ વચ્ચે તણાવનું કેન્દ્ર રહી છે. આ પ્રકારના પાયાવિહોણા સમાચારોથી ક્ષેત્રીય શાંતિ ડહોળાઈ શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાનના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા સાથે રાજકીય વાતાઘાટો અંગે કોઈ નવી પહેલ કરવામાં આવી નથી, જેના કારણે આગામી દિવસોમાં વૈશ્વિક રાજકારણનું આ ક્ષેત્ર વધુ ગરમાયેલું રહેવાની પૂરી સંભાવના છે.
