ભૂતાનમાં દેશના વિકાસ અને આધ્યાત્મિક સમૃદ્ધિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. આગામી પહેલી નવેમ્બરના રોજ ભૂતાન દ્વારા વિશેષ સમારોહમાં 'ગેલેફુ' શહેરના આધ્યાત્મિક પાયાનું સત્તાવાર અનાવરણ કરવામાં આવશે. આ ભવ્ય આયોજન દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતને જાળવી રાખીને આધુનિક નગર રચનાના નિર્માણ માટે કરવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ રાજવી પહેલ અંતર્ગત દેશના રાજા દ્વારા અગાઉ એક સો આઠ 'જંગચુબ ચોરટેન' એટલે કે પવિત્ર સ્તૂપોનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પવિત્ર સ્તૂપો માત્ર સ્થાપત્યનો નમૂનો નથી, પરંતુ તે બૌદ્ધ દર્શન અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિક સમાન છે. આ તમામ સ્તૂપોની સ્થાપના નવા વિકસિત થઈ રહેલા આર્થિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કરવામાં આવશે, જે આખા પ્રદેશને શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરશે.
આગામી પહેલી નવેમ્બરે યોજાનાર આ અનાવરણ સમારોહમાં દેશ-વિદેશના અતિીઓ અને ધાર્મિક ગુરુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આ યોજના થકી ભૂતાન પોતાની પરંપરાગત ઓળખને જાળવી રાખીને ટકાઉ વિકાસનો નવો દ્રષ્ટિકોણ દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યું છે. આ આધ્યાત્મિક પાયાના નિર્માણથી ગેલેફુ શહેર માત્ર વ્યવસાયિક કેન્દ્ર જ નહીં, પરંતુ વૈશ્વિક આધ્યાત્મિક પર્યટનનું મોટું ધામ બની રહેશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
