વિશ્વ નવનિર્માણ માટે આધ્યાત્મિક જાગૃતિના પવિત્ર અને ઉત્સાહભર્યા વિષય સાથે આબુ તળેટીમાં આવેલ શાંતિવન મુખ્યાલય ખાતે આજથી ચાર દિવસીય વૈશ્વિક શિખર સંમેલનનો ભવ્ય પ્રારંભ થયો છે. ભારતની પ્રાચીન અધ્યાત્મશક્તિ, શાંતિ, સદભાવ અને એકતાની ભાવનાનેસમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કરતી વિશ્વની સૌથી મોટી નારી શક્તિ સંચાલિત સંસ્થા તેની સ્થાપનાના એકાણુંમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે તેવા અવસરે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં દસથી વધુ દેશોમાંથી આવેલા આઠ હજાર જેટલા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સાઠ દેશોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
આ આજથી શરૂ થયેલા ચાર દિવસીય મહાસંમેલનમાં વૈજ્ઞાનિકો, શૈક્ષણિક જગતના વડાઓ, રાજનીતિજ્ઞો, સમાજસેવકો, ધર્મ ક્ષેત્રના મહાનુભાવો તેમજ કલા જગતના દિગ્ગજો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ ભવ્ય મંચ પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સહિત અનેક રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત દેશભરમાંથી સિત્તેર સાંસદો, એકસો ચાલીસ ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાણીતી અભિનેત્રીઓ અને કલાકારો પણ આ પવિત્ર મહોત્સવની શોભા વધારવા માટે પધારી રહ્યા છે.
સંમેલન દરમિયાન આધ્યાત્મિકતાના વૈશ્વિક સ્વરૂપની ભવ્ય ઝાંખીઓ અને સંસ્થાના નવ દાયકાની માનવીય સેવાની સુવર્ણ ગાથા દર્શાવતા પ્રદર્શનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ચોવીસ ઓક્ટોબરના રોજ પ્રખ્યાત વક્તા શિવાનીબેનની વિશેષ રાજયોગ શિબિર યોજાશે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં સંસ્થાના વડાઓ સહિત કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશાળ ચૈતન્ય ઝાંખીઓ દ્વારા શાંતિવનનું પરિસર આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું છે, જે સમગ્ર દેશમાં શાંતિ અને સદભાવનો દિવ્ય સંદેશ ફેલાવશે.
