JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કાળજું કંપાવતી ઘટના: પત્નીની હાજરીમાં પાડોશી સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, આરોપીઓને ઝડપવા પોલીસના ધામા

Oct 09, 2026 | 15:21 | By JAMNAGAR MIRROR
કાળજું કંપાવતી ઘટના: પત્નીની હાજરીમાં પાડોશી સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, આરોપીઓને ઝડપવા પોલીસના ધામા

રાજકોટ શહેરના જામનગર રોડ વિસ્તારમાંથી માનવતાને લાંછન લગાવતી અત્યંત ગંભીર અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા એક દંપતીએ માત્ર ૧૪ વર્ષની માસૂમ સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભોગ બનનાર સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવતા પોલીસે પોક્સો, દુષ્કર્મ અને અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પતિ-પત્નીએ સગીરાનું અપહરણ કરી કારમાં પણ અડપલાં કર્યા હતા અને તેનો વીડિયો બનાવ્યો હતો.

વિગતવાર માહિતી અનુસાર, જામનગર રોડ પર ભોમેશ્વર વિસ્તારમાં રહેતા મૂળ નેપાળી પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પાડોશમાં રહેતા મહેશસિંગ અને તેની પત્ની મંજુ સાથે પારિવારિક સંબંધો હોવાથી સગીરા તેમના ઘરે આવતી-જતી હતી. દરમિયાન સગીરાના માતા-પિતા વતન ગયા હોવાની તક ઝડપી પત્ની મંજુએ કાવતરું ઘડી સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં પત્નીની નજર સામે જ નરાધમ મહેશસિંગે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આ સિવાય આરોપીઓ સગીરાને કારમાં બેસાડી લઈ ગયા હતા, જ્યાં ચાલુ કારે નરાધમે અડપલાં કર્યા હતા અને પત્નીએ પાછળ બેસી સમગ્ર કૃત્યનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

આ શરમજનક કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપી દંપતી વચ્ચે કોઈ કારણોસર તીવ્ર ઝઘડો થયો હતો. પત્ની રિસાઈને પિયર જતી રહી ત્યારે બદલો લેવાના ઇરાદે તેણે સગીરાના ભાઈને આ વીડિયો મોકલી સમગ્ર કરતૂતની જાણ કરી હતી. દરમિયાન નરાધમ મહેશસિંગ સગીરાની પરિણીત મોટી બહેનને પણ ભગાડી ગયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પરિવારજનો દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસની ટીમે નાસી છૂટેલા આરોપી મહેશસિંગને ઝડપી પાડવા માટે મુંબઈ ખાતે ધામા નાખી કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે.

LATEST ARTICLES