JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ડિસેમ્બર ૨૦૨૬થી બદલાશે નાણાકીય નિયમો: બેંક ચાર્જિસ, ક્રેડિટ કાર્ડ અને ટેક્સ ફાઇલિંગ પર થશે મોટી અસર

ડિસેમ્બર ૨૦૨૬થી બદલાશે નાણાકીય નિયમો: બેંક ચાર્જિસ, ક્રેડિટ કાર્ડ અને ટેક્સ ફાઇલિંગ પર થશે મોટી અસર
ડિસેમ્બર ૨૦૨૬થી બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ ધારકો, પેન્શનર્સ અને કરદાતાઓ માટે નવા નાણાકીય નિયમો અમલી બનવા જઈ રહ્યા છે. એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી અગ્રણી બેંકોએ તેમના શુલ્ક અને રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર કર્યા છે, સાથે જ એનપીએસ અને ટેક્સ ફાઇલિંગની ડેડલાઈન પણ નજીક આવી રહી છે.

આગામી ડિસેમ્બર મહિનાથી દેશના નાણાકીય ક્ષેત્રે અનેક મોટા બદલાવો જોવા મળશે જે સીધા જ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર અસર કરશે. એસબીઆઈ કાર્ડ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને ઈંધણના વ્યવહારો પરના નિયમો કડક બનાવવામાં આવ્યા છે, જેના तहत ૧ ડિસેમ્બરથી રૂ. ૩૦,૦૦૦ થી વધુના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને રૂ. ૫૦,૦૦૦ થી વધુના માસિક ફ્યુઅલ ખર્ચ પર ૧ ટકા સુધીનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. બીજી તરફ, એચડીએફસી બેંકે પણ પોતાના બિઝનેસ ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં બિઝનેસમેન મેટલ કાર્ડ પર એક્સિલરેટેડ રિવોર્ડ મેળવવા માટે રૂ. ૫૦,૦૦૦ નો માસિક ખર્ચ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને ક્વાર્ટરલી માઈલસ્ટોન વાઉચરની મર્યાદા ઘટાડીને રૂ. ૪ લાખ કરવામાં આવી છે, જે ૨૧ ડિસેમ્બરથી લાગુ થશે.

આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા પણ ડિસેમ્બર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં કેશ ડિપોઝિટ અને વિડ્રોઅલની મર્યાદા વટાવવા પર લાગતો ચાર્જ વધારીને રૂ. ૧૦૦૦ દીઠ રૂ. ૪ કરવામાં આવ્યો છે. બેંકે ૧૧ ડિસેમ્બરથી ક્રેડિટ કાર્ડ રિપ્લેસમેન્ટ ફી પણ વધારી દીધી છે અને પ્રાયોરિટી પાસ માટે પણ નવો રિપ્લેસમેન્ટ ચાર્જ દાખલ કર્યો છે, જ્યારે ૧૫ ડિસેમ્બરથી આઈનોક્સ (INOX) ના મફત લાભો તેમજ કેટલાક ક્રેડિટ કાર્ડ પર મળતો કોમ્પ્લિમેન્ટરી વીમા લાભ પણ બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) ના ફ્રેમવર્કમાં પણ પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ૧ ડિસેમ્બરથી નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે જેથી સ્કીમ્સના નામો અને પ્રદર્શન વધુ પારદર્શક બની શકે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ટેક્સ ફાઇલિંગ કરનારા કરદાતાઓ માટે પણ ડિસેમ્બર મહિનો અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. આગામી ૧૫ ડિસેમ્બર સુધીમાં એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની અંતિમ તારીખ છે, જેમાં પાત્ર કરદાતાઓએ કુલ અંદાજિત વાર્ષિક ટેક્સનો ઓછામાં ઓછો ૭૫ ટકા હિસ્સો ચૂકવવો અનિવાર્ય છે. આ સાથે જ, નાણાકીય વર્ષ માટેના વિલંબિત (બિલેટેડ) આઈટીઆર ૩૧ ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાશે, જેમાં આવકના ધોરણો અનુસાર ૧,૦૦૦ રૂપિયાથી લઈને ૫,૦,૦૦ રૂપિયા સુધીની પેનડલટીની જોગવાઈ રાખવામાં આવી છે. આમ, ડિસેમ્બર મહિનો નાણાકીય આયોજન અને નિયમોના પાલન માટે નાગરિકો માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES