JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

નેશનલ હાઈવે પર નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર વાહનચાલકોને ભરવો પડશે પાંચ ગણો ટોલ ટેક્સ દંડ

નેશનલ હાઈવે પર નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર વાહનચાલકોને ભરવો પડશે પાંચ ગણો ટોલ ટેક્સ દંડ
નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચોરી કરવા માટે વાહનની નંબર પ્લેટ છુપાવવા કે ફાસ્ટેગ ન લગાવવા બદલ સરકારે પાંચ ગણો દંડ વસૂલવાનો કડક નિર્ણય કર્યો છે. મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય રડત અને મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, જે વાહનચાલકો મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચૂકવવાથી બચવા માટે જાણી જોઈને પોતાના વાહનની નંબર પ્લેટ છુપાવે છે, સાથે ચેડાં કરે છે અથવા ફાસ્ટેગ લગાવતા નથી, તેમને હવે ભારે દંડનો સામનો કરવો પડશે. આવા નિયમભંગ બદલ વાહનચાલકોએ મૂળ યુઝર ફી એટલે કે ટોલ ટેક્સની રકમ તો ચૂકવવી જ પડશે, સાથેસાથે તેના કરતાં પાંચ ગણી વધુ રકમ દંડ તરીકે પણ ભરવી પડશે. આ કડક પગલાંનો મુખ્ય હેતુ હાઈવે પર ચાલતી ગેરરીતિઓ અને ટેક્સ ચોરીને સંપૂર્ણપણે ડામવાનો છે.

આધુનિક ટેકનોલોજીથી સજ્જ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમમાં વાહનોને રોક્યા વગર જ ઓટોમેટીક ટેક્સ કપાત થાય છે. આ સિસ્ટમમાં ઓવરહેડ ગેન્ટ્રી પર લગાવેલા ફાસ્ટેગ રીડર્સ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા વાહનની ઓળખ કરે છે, જેનાથી મુસાફરોનો સમય બચે છે અને ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય છે. જોકે, કેટલાક લોકો આ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવીને નંબર પ્લેટ આગળ કે પાછળથી ઢાંકી દેતા હોય છે જેથી કેમેરા અથવા ફાસ્ટેગ તેને ડિટેક્ટ ન કરી શકે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં પણ આ પ્રકારની છેડછાડ ઇરાદાપૂર્વક થઈ હોવાનું સાબિત થશે, ત્યાં આ દંડની જોગવાઈ તુરંત લાગુ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને અસરકારક બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મજબૂત સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના દ્વારા નિયમ તોડનારા વાહનોની સરળતાથી ઓળખ થઈ શકશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, એકત્રિત કરવામાં આવેલી દંડની આ રકમ સીધી સત્તાધિકારી સંસ્થાને હસ્તાંતરિત કરવામાં આવશે. હાલમાં જ્યાં પણ MLFF સિસ્ટમ કાર્યરત છે ત્યાં અને ભવિષ્યમાં જ્યાં આ નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે, ત્યાં આ કડક નિયમ સમાન રીતે લાગુ રહેશે. સરકારના આ પગલાથી નેશનલ હાઈવે પર ટોલ ચોરીના બનાવોમાં મોટો ઘટાડો નોંધાશે તેવી અપેક્ષા છે.

ઓટોમોબાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES