JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારક અને નિવાસી સમન્વયકોની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન

રાજકોટ કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારક અને નિવાસી સમન્વયકોની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન
રાજકોટના કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અને પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનના અલ્પકાલીન વિસ્તારક અને નિવાસી સમન્વયકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 'સેવા દૂત અભિયાન' અંતર્ગત વિવિધ નવી જવાબદારીઓની સોંપણીની સાથે આગામી જનકલ્યાણકારી કાર્યોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરના કમલમ કાર્યાલય ખાતે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમરપાલ મૌર્યજી અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા સહસંગઠન મહામંત્રી અરૂણ બિન્નાડીજીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશના સેવા દૂત અભિયાનના સંયોજક જયસિંહ ચૌહાણ અને સહસંયોજક હરેન્દ્રસિંહ ગોહિલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ ક્લસ્ટર માટે સહ-ઈન્ચાર્જ તરીકે ઉત્સાહી અને અનુભવી કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ગૌતમગીરી ગોસ્વામી, સતીશભાઈ શીંગાળા, દિલીપસિંહ જાડેજા, અનિલભાઈ ગોહેલ અને ઓમભાઈ રાવલને જવાબદારી સોંપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

બેઠકને સંબોધતા પ્રદેશ સંગઠન મહામંત્રીઓએ ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પ્રભારીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને 'સેવા દૂત અભિયાન'ના મૂળ ઉદ્દેશ્યો પર વિશેષ ભાર મૂક્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના લાભોને તળિયાના માણસ સુધી પહોંચાડવાનો, સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવાકીય ગતિવિધિઓ વધારવાનો છે. આ ઉપરાંત, સ્થાનિક સમસ્યાઓના નિવારણમાં સહયોગ આપવા, લાભાર્થીઓની સફળતાની કહાણીઓનું સંકલન કરવા અને જનભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આગામી સમયમાં જનસંપર્ક વધારવા માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો જેવા કે નશામુકત કેમ્પ, સામુદાયિક સંવાદો, લાભાર્થી બેઠકો, વોર્ડ દીઠ 'વિસ્તાર આપણું ગૌરવ' કેમ્પ, સ્પર્ધાઓ, આત્મરક્ષા પ્રશિક્ષણ અને 'વિકસિત ભારત યાત્રા' જેવા આયોજનો કરવાની પણ રૂપરેખા આપવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સફળ સંચાલન હરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેએ કરી હતી. આ બેઠકને સફળ બનાવવા માટે શહેર ભાજપ સંગઠનના અગ્રણીઓ અને કાર્યાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES