JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન: વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદનો આતંકી એકે-47 સાથે ઝડપાયો

ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન: વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદનો આતંકી એકે-47 સાથે ઝડપાયો
ગુજરાત એટીએસે વડોદરાના જરોદ પાસેથી કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના શહરૂલ ઈસ્લામને ઘાતક એકે-47 રાઈફલ અને કારતૂસ સાથે ઝડપી લીધો છે. છેલ્લા છ મહિનાથી એજન્સીની નજર હેઠળ રહેલો આ આતંકી આસામથી ટ્રેન અને બસ મારફતે ગુજરાતમાં દહેશત ફેલાવવા આવ્યો હતો.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા રાજ્યમાં સુરક્ષાને લઈને એક અત્યંત સફળ અને મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એટીએસની ટીમે ગઈકાલે મોડી રાત્રે બાતમીના આધારે બસમાં દરોડો પાડીને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શહરૂલ ઈસ્લામ નામના આતંકવાદીને દબોચી લીધો છે. મૂળ આસામનો વતની એવો આ શખસ અતિ ઘાતક ગણાતી એક એક-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ સાથે ઝડપાઇ આવતા સુરક્ષા એજન્સીઓમાં પણ હચમચ મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં તેના મોબાઈલ ફોનમાંથી જૈશ-એ-મોહમ્મદનું પ્રતિબંધિત સાહિત્ય પણ મળી આવ્યું છે, જે તેના ખતરનાક ઈરાદાઓની સાક્ષી પૂરે છે.

મળતી વિગતો અનુસાર, આ આતંકી જાહેર સ્થળોએ આતંક અને અશાંતિ ફેલાવવાના હેતુથી જ આસામથી બસ અને ટ્રેનની લાંબી સફર ખેડીને ગુજરાત પહોંચ્યો હતો અને વડોદરા રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. ગુજરાત એટીએસની બાહોશ ટીમ છેલ્લા છ મહિનાથી વધુ સમયથી આ શંકાસ્પદ શખસની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી હતી અને તેની સઘન શોધખોળ ચલાવી રહી હતી. આખરે ગુપ્ત માહિતીના આધારે હાથ ધરેલી આ ઝડપી કાર્યવાહીથી એક મોટો આતંકવાદી કાવતરો નિષ્ફળ ગયો છે. જરોદ પંથકમાં અગાઉ ક્યારેય આવી ઘટના બની ન હોવાને કારણે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોમાં ભારે આશ્ચર્ય અને ચિંતા પ્રસર્યા છે, તેમજ જરોદના સરપંચના પતિએ પણ પોલીસ અને એટીએસની સતર્કતાને બિરદાવી છે.

ઘટના બાદ સ્થાનિક સ્તરે કોઈ પૂર્વયોજિત પ્લાનિંગ હોવાની શક્યતાને ગ્રામીણ આગેવાનોએ નકારી કાઢી છે, પરંતુ આ આતંકીના સ્થાનિક સંપર્કો અને તેને આશરો આપનારા હેન્ડલર્સ કોણ હતા તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હથિયારો સાથે રાજ્યમાં ઘૂસી આવેલા આ શખસનો વાસ્તવિક હેતુ શું હતો અને તેની પાછળ કયા મોટા નેટવર્કનો હાથ છે તે બહાર લાવવા માટે એટીએસ કામે લાગી છે. સ્થાનિક સ્તરે પણ એવી પ્રબળ લોકમાગ ઉઠી છે કે આતંકવાદની આ નાપાક હરકતમાં સામેલ તમામ જવાબદાર તત્વોને શોધીને કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે, જેથી રાજ્યની શાંતિ અને સલામતી અક્ષुण્ન રહે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES