JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અર્બન કંપનીએ 'નેટિવ' એસી સાથે એરકન્ડિશનર માર્કેટમાં કરી શાનદાર એન્ટ્રી, ગ્રાહકોને મળશે ૫ વર્ષની અનકંડિશનલ વોરંટી

અર્બન કંપનીએ 'નેટિવ' એસી સાથે એરકન્ડિશનર માર્કેટમાં કરી શાનદાર એન્ટ્રી, ગ્રાહકોને મળશે ૫ વર્ષની અનકંડિશનલ વોરંટી
અર્બન કંપનીએ ભારતીય બજારમાં 'નેટિવ અલ્ટ્રા' એસી લોન્ચ કરીને એરકન્ડિશનર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. આ નવા સ્માર્ટ પ્રોડક્ટ સાથે કંપની પાંચ વર્ષની અનકંડિશનલ વોરંટી અને ૧૦ વર્ષની કોમ્પ્રેસર વોરંટી ઓફર કરી રહી છે.

ઘરેલુ સેવાઓ પૂરી પાડતી જાણીતી કંપની અર્બન કંપનીના શેર્સ શુક્રવારે ખાસ ચર્ચામાં રહેવાની અપેક્ષા છે કારણ કે કંપનીએ ભારતીય એરકન્ડિશનર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ પોતાના 'નેટિવ' પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા 'નેટિવ અલ્ટ્રા' અને 'નેટિવ અલ્ટ્રા એસી' લોન્ચ કર્યા છે. અર્બન કંપનીના સહ-સ્થાપક અને સીઓઓ વરુણ ખૈતાનના જણાવ્યા અનુસાર, ભારતીય ઘરોમાં લાખો એસીના રિપેરિંગ અને સર્વિસિંગના અનુભવના આધારે આ પ્રોડક્ટ ખાસ કરીને ભારતીય ઉનાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ગ્રાહકોને સામાન્ય રીતે ગેસ લીકેજ, કાળઝાળ ગરમીમાં ઓછું કુલિંગ અને વેચાણ પછીની નબળી સેવાઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેને આ નવા એસી દ્વારા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ નવા એસીની કિંમત ૫૫,૪૯૯ રૂપિયાથી શરૂ થાય છે અને ગ્રાહકો તેને અર્બન કંપનીની એપ દ્વારા એક્સક્લુઝિવલી પ્રી-બુક કરી શકશે. આ પ્રોડક્ટની સૌથી મોટી વિશેષતા તેની ૫ વર્ષની અનકંડિશનલ વોરંટી છે, જેમાં ગેસ રિફિલિંગ પણ સામેલ છે, જે ગ્રાહકોના પહેલા પાંચ વર્ષના રિપેરિંગ ખર્ચને સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. આ ઉપરાંત, કોમ્પ્રેસર પર પૂરી ૧૦ વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આ એસી ખૂબ જ એડવાન્સ છે, જે ભારે ઉનાળામાં પણ માત્ર ૨૧ મિનિટમાં રૂમનું તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું લાવવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ, કેટલાક ચૂંટેલા મોડલ્સમાં HEPA H13 એર પ્યુરિફાયર પણ આપવામાં આવ્યું છે જે ધૂળ અને પ્રદૂષણ સામે રક્ષણ આપે છે.

ગ્રાહકો આ સ્માર્ટ એસીમાં રિયલ-ટાઇમમાં ગેસ લેવલ અને વીજળીનો વપરાશ મોનિટર કરી શકશે તેમજ વૉઇસ કંટ્રોલ અને ટેમ્પરેચર-સેન્સિંગ ર્મોટ જેવી આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે. તાજેતરમાં જ અર્બન કંપનીએ ક્વાલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા ૨,૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે, જેમાંથી મોટો હિસ્સો માર્કેટિંગ, ટેક્નોલોજી વિકાસ અને તેના નવા બિઝનેસ પાછળ રોકાણ કરવામાં આવશે. કંપનીની આ આક્રમક વ્યુહરચના અને ગ્રાહક-કેન્દ્રીય વોરંટી પોલિસીને કારણે સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સના માર્કેટમાં સ્પર્ધા વધુ રોમાંચક બનશે તે નક્કી છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES