JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

સંજય કપૂરની ૬૦૦૦ કરોડની મિલકતનો વિવાદ વણઉકેલાયો, માતા રાની કપૂરે કરી મોટી માંગ

સંજય કપૂરની ૬૦૦૦ કરોડની મિલકતનો વિવાદ વણઉકેલાયો, માતા રાની કપૂરે કરી મોટી માંગ
અભિનેત્રી કરિશ્મા કપૂરના દિવંગત પૂર્વ પતિ સંજય કપૂરની કરોડોની સંપત્તિનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સંજય કપૂરની માતા રાની કપૂરે કાનૂની સમાધાન માટે ૬,૦૦૦ કરોડ રૂપિયાની માગણી કરતા સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે.

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરના ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ થયેલા અવસાન બાદ તેમની વિશાળ સંપત્તિને લઈને શરૂ થયેલો કૌટુંબિક વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ કરિશ્મા કપૂરના બાળકો અને સંજય કપૂરના પત્ની પ્રિયા સચદેવ વચ્ચે મિલકતના હકો મેળવવા માટે ખેંચતાણ ચાલી રહી છે, તો બીજી તરફ આ કેસમાં હવે એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. સંજય કપૂરની માતા રાની કપૂરે આ સમગ્ર મિલકત વિવાદના કાયમી સમાધાન પેટે ફેમિલી ટ્રસ્ટ પાસેથી સીધા ૬,૦૦૦ કરોડ રૂપિયાની માગણી કરી છે. અગાઉ આ એપ્રિલ મહિનામાં દિલ્હી હાઈકોર્ટે મામલો ઉકેલાય ત્યાં સુધી પ્રિયા સચદેવને મિલકતનું રક્ષણ કરવાના આદેશો આપ્યા હતા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલો મધ્યસ્થી પાસે મોકલ્યો હતો, પરંતુ માતા રાની કપૂરની આ ભારેખમ નાણાકીય માગણીને કારણે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી મધ્યસ્થી પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કરતા રાની કપૂરે જણાવ્યું હતું કે આ વિવાદ માત્ર કાનૂની દસ્તાવેજો કે સંપત્તિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે તેમના પરિવારના વર્ષો જૂના વારસા અને સન્માનને બચાવવાનો ગંભીર મામલો છે. તેમણે આરકે ફેમિલી ટ્રસ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના દિવંગત પતિએ દાયકાઓની સખત મહેનત અને પરસેવો પાડીને આ વિશાળ એસ્ટેટનું નિર્માણ કર્યું હતું અને મૃત્યુ અગાઉ બધું તેમને સોંપ્યું હતું. રાની કપૂરે પ્રિયા સચદેવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે સંજયના મૃત્યુ બાદ પ્રિયાએ વ્યવસાયની બાગડોર સંભાળીને પરિસ્થિતિ બદલી નાખી છે અને વારસા પર અન્ય કોઈનો દાવો સ્વીકારવો તેમના માટે અત્યંત મુશ્કેલ છે. આ વિવાદના ભાગરૂપે તેમણે પ્રિયા કપૂરને કાનૂની નોટિસ પણ મોકલી હતી જેમાં તેમને ટ્રસ્ટી તરીકે કામ કરતા અટકાવવાની વાત કરવામાં આવી હતી.

આ મામલો માત્ર નાણાકીય વિવાદ પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ હવે તેમાં અંગત આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. રાની કપૂરે દાવો કર્યો હતો કે જો સંજય કપૂર આજરોજ હયાત હોત, તો પ્રિયા સચદેવ આ પ્રકારે કોઈ પણ વિવાદ ઊભો કરવાની હિંમત કરી શકી ન હોત. તેમણે પુત્ર સાથેના પોતાના સંબંધો ખૂબ જ ગાઢ હોવાનું જણાવીને એવો પણ દાવો કર્યો હતો કે સંજય પોતાની માતાની સલાહ વગર કોઈ મોટો નિર્ણય લેતા ન હતા. જો કે, આ તમામ વ્યક્તિગત દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ ૬,૦૦૦ કરોડ રૂપિયાની આ માગણી અને પરિવારના આંતરિક ઘર્ષણને કારણે આ હાઇ-પ્રોફાઇલ કેસ દેશભરના વેપાર અને કાનૂની જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES