JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

શાહરૂખ ખાન અને અનંત અંબાણીનો વાયરલ વિડીયો વિવાદ: નોટિસ મુદ્દે સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સરનો બળવો

શાહરૂખ ખાન અને અનંત અંબાણીનો વાયરલ વિડીયો વિવાદ: નોટિસ મુદ્દે સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સરનો બળવો
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોને લઈને બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને ઇન્ફલુએન્સર સુવિગ્યા શર્માને માનહાનિની નોટિસ ફટકારી છે. જોકે, ઇન્ફલુએન્સરે આ કાનૂની નોટિસને ફગાવી દઈને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી છે.

સોશ્યલ મીડિયા પર હાલમાં જ એક વિડીયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે, જેમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણી અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર નજરે પડી રહ્યા છે. આ વિડીયોમાં અનંત અંબાણી અને શ્રી શ્રી રવિશંકર કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે, તે દરમિયાન શાહરૂખ ખાન કંઈક કહેવા જાય છે ત્યારે અનંત અંબાણી તેમને આંગળી ચીંધીને રોકતા જોવા મળે છે. સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સર સુવિગ્યા શર્માએ આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને એવો દાવો કર્યો હતો કે અનંત અંબાણીએ કિંગ ખાનને 'ચૂપ રહેવા' કહ્યું હતું. આ પોસ્ટ બાદ યુઝર્સ દ્વારા અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવામાં આવી હતી અને અંબાણી પરિવારના રૂઆબ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

આ મામલો ગરમાતા શાહરૂખ ખાનની કાનૂની ટીમે તાત્કાલિક પગલાં લઈને ઇન્ફલુએન્સર સુવિગ્યા શર્માને માનહાનિની નોટિસ ફટકારી છે. અભિનેતાની વકીલોની ટીમે જણાવ્યું છે કે આ પોસ્ટ સંપૂર્ણપણે ખોટી, ગેરમાર્ગે દોરનારી અને અભિનેતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 356નો હવાલો આપીને ઇન્ફલુએન્સરને આ વિડીયો અને પોસ્ટ તાત્કાલિક હટાવી લેવા તેમજ ભવિષ્યમાં તેને સર્ક્યુલેટ ન કરવા માટે જણાવાયું હતું. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 48 કલાકની અંદર આ સૂચનાનું પાલન કર્યા અંગેનું લેખિત પુષ્ટિ આપવી, જેથી ખોટી અવાહ અને અફવાઓ ફેલાતી અટકે.

જોકે, ઇન્ફલુએન્સર સુવિગ્યા શર્માએ આ કાનૂની નોટિસ સામે કડક વલણ અપનાવીને તેને સદંતર ફગાવી દીધી છે. શર્માએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પોસ્ટ માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે અને શાહરૂખ ખાનની ટીમનો વાંધો વ્યાજબી નથી. તેમણે કટાક્ષ કરતા એવું પણ ઉમેર્યું કે વિડીયોમાં જેણે શાહરૂખ ખાનને ચૂપ રહેવા કહ્યું તે શું અભિનેતાનું અપમાન નથી? અને જો અપમાન થયું છે તો શાહરૂખ ખુદ બોલવાની હિંમત કેમ નથી દાખવતા? આ સમગ્ર વિવાદને કારણે સોશ્યલ મીડિયા પર બોલીવુડ સ્ટાર્સ અને ઇન્ફલુએન્સર્સ વચ્ચેની કાનૂની લડાઈ ફરી એકવાર ચર્ચાના સ્થાને આવી ગઈ છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES