JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરના કનસુમરા જીઆઈડીસીમાં તસ્કરોનો આતંક: પેઢીની બારી તોડી રૂ. ૧.૯૦ લાખની રોકડની ચોરી

જામનગરના કનસુમરા જીઆઈડીસીમાં તસ્કરોનો આતંક: પેઢીની બારી તોડી રૂ. ૧.૯૦ લાખની રોકડની ચોરી
જામનગર નજીકના કનસુમરા જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ પેઢીને તસ્કરોએ નિશાન બનાવી હતી. વહેલી સવારે બારીની ઝાળી તોડી અંદર પ્રવેશેલા ચાર શખ્સો ટેબલના ખાનામાંથી રૂા. ૧.૯૦ લાખ રોકડા ચોરી ફરાર થઈ ગયા છે.

જામનગર નજીક આવેલા વ્યસ્ત કનસુમરા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને કનસુમરા જીઆઈડીસીના પ્લોટ નં. ૯/પમાં 'ગીરસન સર્ફીન કેમિકલ્સ' નામની પેઢી ચલાવતા વેપારી ભાવેશભાઈ રમેશભાઈ મુલચંદાણી આ ચોરીનો ભોગ બન્યા છે. ગત તા. ૧૫મીની રાત્રે તેઓ પોતાની ફેક્ટરી બંધ કરીને રાબેતા મુજબ ઘરે ગયા હતા, પરંતુ તે જ રાત્રિના સુમારે અથવા વહેલી સવારે તસ્કરોએ તેમની પેઢીને ટાર્ગેટ બનાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૬ના રોજ વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા તસ્કરોએ પેઢીની ઓફિસની બારીની લોખંડની ઝાળી કોઈ મજબૂત હથિયાર વડે તોડી નાખી હતી. ઝાળી તોડીને અંદર ઘૂસેલા આ ચારેય શખ્સોએ ઓફિસમાં ભારે ખાંખાખોળા કર્યા હતા અને ત્યારબાદ ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા ૧ લાખ ૯૦ હજારની રોકડ રકમ સેરવી લીધી હતી. સવારે જ્યારે વેપારી ભાવેશભાઈ પોતાની ફેક્ટરીએ પહોંચ્યા ત્યારે તેમને ઓફિસની સ્થિતિ જોઈને ચોરી થઈ હોવાનો આઘાતજનક ખ્યાલ આવ્યો હતો, જેના પગલે તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ બનાવ અંગે પેઢીના સંચાલક દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ફેક્ટરી અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. સીસીટીવી ફૂટેજમાં વહેલી સવારે સવા ચારેક વાગ્યાના સુમારે ચાર શંકાસ્પદ શખ્સોની ભેદી હિલચાલ સ્પષ્ટપણે નજરે પડી રહી છે. પોલીસે આ ફૂટેજના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરાર થઈ ગયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES