JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પાકિસ્તાનનો નાગંડો ચહેરો ઉજાગર: જૈશ કમાન્ડરે જાહેરમાં આતંકી ફેક્ટરી હોવાની કરી કબૂલાત

પાકિસ્તાનનો નાગંડો ચહેરો ઉજાગર: જૈશ કમાન્ડરે જાહેરમાં આતંકી ફેક્ટરી હોવાની કરી કબૂલાત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જન આંદોલન વચ્ચે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરે સરાજાહેર સ્વીકાર કર્યો છે કે ત્યાં તેમના સંગઠનનું સશસ્ત્ર નેટવર્ક સક્રિય છે. આ ખુલાસાથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની આતંકવાદીઓ સાથેની મિલીભગતનો પર્દાફાશ થયો છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને ઈસ્લામાબાદમાં ચાલી રહેલા જન આંદોલનો અને હલચલ વચ્ચે પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવી ગયો છે. રાવલકોટ ખાતે આયોજિત એક જાહેરસભામાં કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઈલિયાસ કાશ્મીરીએ ખુલ્લેઆમ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પીઓકેની ધરતી પર તેના સંગઠનનું મજબૂત સશસ્ત્ર આતંકી નેટવર્ક મોજૂદ છે. લાંબા સમયથી દુનિયાની નજરોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનની આ પોલ ખુદ એક આતંકી કમાન્ડરે જ ખોલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાની સરકાર અને તેની ગુપ્તચર સંસ્થાઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સભા દરમિયાન જૈશ કમાન્ડર મસૂદે માત્ર પોતાના સંગઠનની હાજરી જ સ્વીકારી નહોતી, પરંતુ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા અને ગુપ્તચર એજન્સીઓ સામે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે હાલની હિંસક અથડામણોમાં પાકિસ્તાન રેન્જર્સના જવાનોની હત્યા કરનારા આરોપીઓ અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા તત્વોની ઓળખ કરવામા શા માટે તંત્ર નિષ્ફળ રહ્યું છે? અગાઉ પણ સપ્ટેમ્બર ૨૦૨૫માં બાલાકોટની એક સભાનો તેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદુર'માં જૈશને થયેલા ભારે નુકસાનની કબૂલાત કરી હતી.

આ સરાજાહેર કબૂલાતે સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદની ફેક્ટરીઓ ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે અને પોતાની જ ધરતી પર સક્રિય આતંકીઓને સંરક્ષણ પૂરું પાડી રહ્યું છે. આ અહેવાલો અને પુરાવાઓથી પાકિસ્તાનનો આતંકવાદી દેશ તરીકેનો ચહેરો વધુ એક વખત વૈશ્વિક મંચ પર બેનકાબ થયો છે. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પાકિસ્તાની તંત્ર દ્વારા આતંકવાદ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જે સમગ્ર વિશ્વની સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES