રાજકોટ શહેરના પોપટપરા શેરી નં. 1/14 ના ખૂણે રહેતા ઈજમત રફિકભાઈ શેખ નામના 24 વર્ષીય યુવાને ગત રાત્રે આત્મઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગ ગઈકાલે રાત્રે આશરે સવા નૌ વાગ્યાના અરસામાં ઈજમત પોતાના ઘરે એકાંતમાં હતો ત્યારે તેણે અચાનક આત્યંતિક પગલું ભરીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ પરિવારજનોને થતા તરત જ તેમના દ્વારા કટોકટી સેવા 108 પર ફોન કરીને મદદ માંગવામાં આવી હતી.
સમાચાર મળતા જ 108 એમ્બ્યુલન્સના ઇએમટી કેવનાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવાનની સ્થિતિ ચકાસી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તે મૃત જાહેર થઈ ચૂક્યો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા જનરક્ષક 112 ના હેડ કોન્સ્ટેબલ આપાભાઈ વીરાભાઈ પોતાની ટીમ સાથે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ દ્વારા આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતદેહને પેાસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક ઈજમત બે ભાઈઓમાં નાનો હતો અને તે કુંવારો હતો. તે વ્યવસાયે ડેન્ટલ વિભાગમાં દાંત બનાવવાનું કામ કરતો હતો અને પોતાની આજીવિકા કમાતો હતો. જોકે, યુવાને કયા સંજોગોમાં કે શું કામથી આટલું મોટું પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને પરિવારજનો પણ સ્બ્ધ છે. પ્રદ્યુમન નગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવાનના આપઘાત પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે સઘન તપાસ શરૂ કરી છે.
