JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

ખેડૂતો માટે રાહતના સમાચાર: યુરિયાની એક થેલી પર કેન્દ્ર સરકાર ભોગવે છે ₹2,700 સુધીની સબસિડી, નાણામંત્રી સીતારમણનું મોટું નિવેદન

Oct 02, 2026 | 17:50 | By JAMNAGAR MIRROR
ખેડૂતો માટે રાહતના સમાચાર: યુરિયાની એક થેલી પર કેન્દ્ર સરકાર ભોગવે છે ₹2,700 સુધીની સબસિડી, નાણામંત્રી સીતારમણનું મોટું નિવેદન

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે ખાતરના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં કેન્દ્ર સરકાર ધરતીપુત્રો પર તેનો બોજ પડવા દેતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની એક થેલી (બેગ)નો ભાવ વધીને લગભગ ₹3,000 સુધી પહોંચી ગયો છે, જેની સામે સરકાર પ્રતિ બેગ આશરે ₹2,700 જેટલી જંગી સબસિડી પોતે ભોગવીને ખેડૂતોને અત્યંત રાહત દરે ખાતર પૂરું પાડી રહી છે.

નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ખેડૂતોને ખેતી માટેના આવશ્યક સંસાધનો પોષાય તેવા ભાવે મળી રહે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વૈશ્વિક પડકારો અને મોંઘવારી વચ્ચે પણ ખેડૂતોની આર્થિક સ્થિરતા જળવાઈ રહે તે હેતુથી આ મોટો નાણાકીય બોજ સરકારે પોતાના શિરે લીધો છે.

આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે રોકાણ વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે સરકાર સતત પ્રયાસરત છે. સરકારના આ સબસિડી સહાયના પગલાથી જામનગર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરના લાખો ખેડૂતોને સીધો આર્થિક ટેકો મળી રહ્યો છે, જેથી તેઓ કોઈપણ ચિંતા વગર ખેતી કાર્ય ચાલુ રાખી શકે.

LATEST ARTICLES