JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ઓનલાઈન ફ્રોડ સામે આરબીઆઈનું કવચ: હવે એક જ ક્લિકથી બ્લોક થશે ડિજિટલ પેમેન્ટ

ઓનલાઈન ફ્રોડ સામે આરબીઆઈનું કવચ: હવે એક જ ક્લિકથી બ્લોક થશે ડિજિટલ પેમેન્ટ
ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા બનાવોને ડામવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી સમયમાં 'સ્ટોપ સ્વીચ' અને 'ટ્રસ્ટેડ પર્સન' જેવી અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓ લાવવા જઈ રહી છે.

દેશભરમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડ અને સાયબર અપરાધો પર લગામ કસવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત જો અચાનક કોઈ ગ્રાહકને પોતાના બેંક ખાતામાંથી છેતરપિંડી થવાની આશંકા સતાવે, તો તેણે બેંકના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, પરંતુ માત્ર એક જ બટન દબાવવાથી તમામ નવા ડિજિટલ ડેબિટ ટ્રાન્ઝેક્શન તક્ષ્ણ જ અટકી જશે. આરબીઆઈની આ 'સ્ટોપ સ્વીચ' સુવિધા ગ્રાહકો માટે ડિજિટલ લેવડ-દેવડમાં એક મજબૂત કવચ સાબિત થશે, જેનાથી ખાતામાં પૈસા જમા થવાની પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ નવા આઉટગોઈંગ પેમેન્ટ્સ કે થર્ડ-પાર્ટી યુપીઆઈ રજીસ્ટ્રેશન સુરક્ષિત રીતે બ્લોક કરી શકાશે.

આરબીઆઈના આ ડ્રાફ્ટ પ્રસ્તાવ મુજબ ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ પર વધુ પડતું નિયંત્રણ આપવામાં આવશે, જેમાં તેઓ દૈનિક અને ટ્રાન્ઝેક્શન દીઠ ખર્ચની મર્યાદા જાતે જ નક્કી કરી શકશે. આ ઉપરાંત, 'ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ' (TPM) નામના નવા વિકલ્પ હેઠળ ગ્રાહક પોતાની પસંદગીના કોઈ વિશ્વાસુ ભરોસાપાત્ર વ્યક્તિને મોટી રકમના ટ્રાન્ઝેક્શન મંજૂર કરવાની સત્તા આપી શકશે, જેથી શંકાસ્પદ વ્યવહારોને સમયસર અટકાવી શકાય. ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ્સ માટે પણ એટીએમ, પીઓએસ તેમજ આંતરરાષ્ટ્રીય પેમેન્ટની મર્યાદાઓ જાતે સેટ કરવાની છૂટ મળશે, અને નવા ગ્રાહકો માટે ડિજિટલ ચેનલ ડિફોલ્ટ રૂપે બંધ જ રાખવામાં આવશે.

આ તમામ અત્યાધુનિક સુરક્ષા પ્રસ્તાવો પર સામાન્ય જનતા પાસેથી ૧૪ ડિસેમ્બર ૨૦૨૬ સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને અંતિમ મંજૂરી મળ્યા બાદ આગામી ૧ જુલાઈ ૨૦૨૭થી આ નિયમો આ દેશભરની તમામ કોમર્શિયલ, સ્મોલ ફાઈનાન્સ, પેમેન્ટ્સ અને સહકારી બેંકોમાં સત્તાવાર રીતે લાગુ થઈ શકે છે. આ સાથે જ બેંકોની બેદરકારીની વ્યાખ્યાનો વ્યાપ વધારીને ૧ જાન્યુઆરી ૨૦૨૭થી બેંક સિસ્ટમની ખામી કે ફ્રોડના કિસ્સામાં બેંકની સીધી જવાબદારી નક્કી કરવાની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે, જે ડિજિટલ બેન્કિંગ યુગમાં ગ્રાહકોના નાણાકીય હિતોનું રક્ષણ કરવા માટે સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES