JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

જામનગરમાં ધીર ટોયોટા દ્વારા આકર્ષક ફીચર્સ સાથે નવી ટોયોટા ગ્લાન્ઝા કારનું ભવ્ય લોન્ચિંગ સંપન્ન

જામનગરમાં ધીર ટોયોટા દ્વારા આકર્ષક ફીચર્સ સાથે નવી ટોયોટા ગ્લાન્ઝા કારનું ભવ્ય લોન્ચિંગ સંપન્ન
જામનગરના જાણીતા ધીર ટોયોટા શો-રૂમ ખાતે 'અ ન્યુ ચેપ્ટર ઓફ સ્ટાઈલ બીગીન્સ' થીમ હેઠળ નવી ટોયોટા ગ્લાન્ઝા કારનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું, જેને કારપ્રેમીઓ તરફથીબરડનો ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે.

જામનગરના ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રેસર ગણાતા ધીર ટોયોટા શો-રૂમમાં તાજેતરમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 'અ ન્યુ ચેપ્ટર ઓફ સ્ટાઈલ બીગીન્સ'ની આકર્ષક થીમ પર આધારિત આ કાર્યક્રમમાં પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી અને વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના વરદ્ હસ્તે નવી ટોયોટા ગ્લાન્ઝા કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોયોટા કિર્લોસ્કર મોટર્સના ફિલ્ડ મેનેજર ગિરીશ હેગડે વિશેષ ઉપસ્થિત રહીને આ નવી વાહનની ઝલક પૂરી પાડી હતી, જેને લઈને સ્થાનિક ઓટોમોબાઈલ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ નવી કારમાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક વિશેષતાઓ ઉમેરવામાં આવી છે. નવી ટોયોટા ગ્લાન્ઝા પ્રીમિયમ સ્ટાઈલિંગ, અદ્યતન સુરક્ષા સુવિધાઓ, સ્માર્ટ ટેકનોલોજી અને ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતાનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. આકર્ષક લુક અને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ આપતી આ ગાડી શો-રૂમમાં આવનાર ગ્રાહકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આધુનિક ડિઝાઈન અને ભરોસાપાત્ર પર્ફોર્મન્સને કારણે તે હેચબેક સેગમેન્ટમાં એક નવું માપદંડ સ્થાપિત કરશે તેવી પૂરી સંભાવના છે.

લોન્ચિંગ પ્રસંગને અત્યંત યાદગાર અને ભવ્ય બનાવવા માટે ધીર ટોયોટા દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જામનગરના કારપ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવી ગ્લાન્ઝાના આકર્ષક લુક અને ફિચર્સને નિહાળ્યા હતા. વાહન ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો નવી કારની વધુ વિગતો અને પૂછપરછ માટે ધીર ટોયોટાના અધિકૃત મોડેલ નંબર ૯૭૮૫૮ ૩૬૬૬૬ પર સંપર્ક સાધી શકે છે, જ્યાં ગ્રાહકોને ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવે છે.

ઓટોમોબાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES