JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

પેક્ડ પીવાના પાણીની લોકપ્રિય બ્રાન્ડ બિસ્લેરીના સેમ્પલ અસુરક્ષિત જાહેર, FSSAIની કાર્યવાહી સામે કંપનીનો ખુલાસો

પેક્ડ પીવાના પાણીની લોકપ્રિય બ્રાન્ડ બિસ્લેરીના સેમ્પલ અસુરક્ષિત જાહેર, FSSAIની કાર્યવાહી સામે કંપનીનો ખુલાસો
ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા બિસ્લેરીના પેક્ડ ડ્રિંકિંગ વોટરમાં કેન્સર કારક તત્વો મળી આવ્યા હોવાની જાહેરાત કરાઈ છે, જેના જવાબમાં કંપનીએ કડક ગુણવત્તા નિયંત્રણોનો દાવો કર્યો છે.

ભારતમાં પેક્ડ ડ્રિંકિંગ વોટરની વાત આવે ત્યારે ગ્રાહકો આંખ બંધ કરીને 'બિસ્લેરી' જેવી વિશ્વાસપાત્ર બ્રાન્ડ પર ભરોસો કરતા હોય છે. પરંતુ તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક વિગતે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાંથી લેવાયેલા પેક્ડ પીવાના પાણીના સેમ્પલ, નિર્ધારિત બ્રોમેટ મર્યાદાનું પાલન ન કરવાને કારણે અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રેફરલ ફૂડ લેબોરેટરીમાં કરવામાં આવેલા વધુ પરીક્ષણમાં તેમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs) જેવા કેન્સર કારક હાનિકારક તત્વો હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે એફએસએસએઆઈ એક્ટ હેઠળ કંપની સામે પ્રોસીક્યુશન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ગંભીર આરોપો અને નિયમકીય પગલાંઓ સામે બિસ્લેરી કંપનીએ ત્વરિત અને સ્પષ્ટ ખુલાસો રજૂ કરતા જણાવ્યું છે કે ગ્રાહકો માટે પીવાના પાણીની સલામતી હંમેશા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. કંપનીના દાવા મુજબ તેઓ તેમની ૧૦-પગલાંની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન ૯૦થી વધુ કડક ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ કરે છે અને આ મામલે યોગ્ય નિયમકીય પ્રક્રિયા દ્વારા FSSAIને સંપૂર્ણ સહકાર આપવાનું ચાલુ રાખશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર મામલો લગભગ ૧૪ મહિના જૂનો સપ્ટેમ્બર મહિનાનો છે, જે ગોવા સ્થિત તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે સંકળાયેલો છે. તે સમયે FSSAI દ્વારા લેવાયેલા છ સેમ્પલમાંથી પાંચે તમામ ધોરણો સંતોષ્યા હતા, જ્યારે છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ થોડું વધુ જણાયું હતું.

બિસ્લેરીએ વધુમાં ઉમેર્યું હતું કે ત્યારબાદ રિ-ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલી સેમ્પલની રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી હતી, જેના સ્પષ્ટતા માટે તેમણે FSSAI દ્વારા મંજૂર કરાયેલી સ્વતંત્ર લેબોરેટરીમાં પણ સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું હતું જેમાં બ્રોમેટ મર્યાદામાં હોવાનું બહાર આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર આ સ્વતંત્ર પરીક્ષણ પરિણામો FSSAI ની પશ્ચિમ પ્રાદેશિક કચેરીને સત્તાવાર રીતે સુપરિપોર્ટ કરવામાં આવ્યા છે અને કંપનીને આ અંગે કોઈ સત્તાવાર નોટિસ મળી નથી. આમ છતાં, ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખીને બિસ્લેરી બ્રાન્ડનું પાણી સંપૂર્ણપણે સેફ હોવાની ખાતરી કંપની દ્વારા આપવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES